Home /News /national-international /

Holi 2021: PM મોદીથી લઈને કમલા હેરિસ સુધી, દિગ્ગજ નેતાઓએ આપી હોળીની શુભકામનાઓ

Holi 2021: PM મોદીથી લઈને કમલા હેરિસ સુધી, દિગ્ગજ નેતાઓએ આપી હોળીની શુભકામનાઓ

આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવા જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે - PM નરેન્દ્ર મોદી

આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવા જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે - PM નરેન્દ્ર મોદી

    નવી દિલ્હી. દેશભરમાં હોળી-ધૂળેટી (Holi 2021) તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) ઉપરાંત અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ (Kamala Harish) સહિતના અનેક નેતાઓએ પણ હોળીની શુભકામનાઓ આપી છે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હોળીની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, હોળીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ. રંગોના તહેવાર હોળી, સામાજિક સૌહાર્દનો પર્વ છે અને લોકોના જીવનમાં ખુશી, ઉત્સાહ તથા આશાનો સંચાર કરે છે. મારી કામના છે કે ઉમંગ અને ઉલ્લાસનો આ પર્વ આપણી સાંસ્કૃતિક વિવિધતામાં નિહિત રાષ્ટ્રીય ચેતનાને વધુ શક્તિ પ્રદાન કરે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોળીની શુભેચ્છા આપતાં ટ્વીટ કર્યું કે, આપ સૌને હોળીની અનેક શુભકામનાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવા જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે.

    આ પણ વાંચો, Holi 2021: નવાબોના શહેરમાં ‘બાહુબલી ગુજિયા’ છવાયા, વજન અને કિંમત જાણીને રહી જશો હેરાન

    હોળીના આ પ્રસંગે અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસે હોળીની શુભકામનાઓ આપી છે. તેઓેએ ટ્વીટ કરીને લખ્યું કે, હોળી મુબારક! હોળીને જીવંત રંગો માટે ઓળખવામાં આવે છે જે દોસ્તો અને પ્રિયજનો પર ફેંકવામાં આવે છે. ખુશીઓથી ભરેલો હોળીનો તહેવાર સકારાત્મક્તા, આપણા મતભેદો દૂર કરીને સાથે આવવાનો તહેવાર છે.

    ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને હોળીની શુભકામનાઓ પાઠવી. તેમણે લખ્યું કે, સમસ્ત દેશવાસીઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. રંગ-ઉમંગ, એકતા અને સદભાવનાનું આ મહાપર્વ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે.

    આ પણ વાંચો, અમિત શાહે કહ્યું- બંગાળમાં પહેલા ચરણની 30માંથી 26, આસામની 47માંથી 37 સીટો બીજેપી જીતશે

    નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરથી રોજ હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેને ધ્યાને લઈ રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોએ ધૂળેટીની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત સમૂહ ધૂળેટી ઉજવણીઓ પર પાબંધી લગાવવવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, Dhuleti 2021, Happy Holi, Holi 2021, Holi celebration, Ram Nath Kovind, અમિત શાહ, નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર