LIVE NOW

Exclusive : ગૃહમંત્રી શાહે કહ્યું, 'દેશવાસીઓને અપીલ, ભારતમાં બનેલી ચીજોનો ઉપયોગ કરો'

નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે ગૃહમંત્રી અમિત શાહનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. અનલોકના પ્રથમ દિને ખાસ વાતચીત

gujarati.news18.com | June 1, 2020, 9:13 PM IST
facebook Twitter Linkedin
Last Updated June 1, 2020
auto-refresh

Highlights

Load More
દેશમાં આજથી અનલૉક 1.0 (Unlock1)ની રૂઆત થઈ છે. 67 દિવસના લૉકડાઉન બાદ દેશ ધબકી ઉઠ્યો છે. આ તકે દેશના ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ (Editor in Chief) રાહુલ જોશીએ ખાસવાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે મોદી સરકારના પ્રથમ અને બીજા કાર્યકાળની ધારદાર સફળતાઓ વિશે વાત કરી હતી. તેમણે લૉકડાઉનનું આયોજન, અમલીકરણ અને પ્રવાસી મજૂરોના મુદ્દે પણ જવાબ આપ્યા હતા. આત્મનિર્ભરતા, સ્વદેશી ચીજોના ઉપયોગની અપીલ કરતા શાહે જણાવ્યું હતું કે ભારત કોવિડ-19 બાદ બમણી તાકાતથી બહાર ઉભરી આવશે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતનો ભાગ જ માનીએ છીએ. આ મુદ્દે અમને કોઈ આશંકા નથી. બંગાળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના રાજકારણથી લઈને પાકિસ્તાન-ચીન, અને નેપાળના ધ્રુવીકરણ અને ચીન બોર્ડર વિવાદ પર અમિત શાહે મુક્તમને ચર્ચા કરી હતી.
corona virus btn
corona virus btn
Loading