Home /News /national-international /જમ્મુ-કાશ્મીરઃ ત્રણ પોલીસકર્મીની હત્યા બાદ ચાર એસઓપીએ આપ્યા રાજીનામા

જમ્મુ-કાશ્મીરઃ ત્રણ પોલીસકર્મીની હત્યા બાદ ચાર એસઓપીએ આપ્યા રાજીનામા

ફાઇલ તસવીર

જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકીઓએ ચાર પોલીસ કર્મચારીઓનું અપહરણ કરી લીધું છે.

    જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકીઓએ ચાર પોલીસ કર્મચારીઓનું અપહરણ કરી લીધું છે. આ ચાર પોલીસ કર્મચારીઓમાંથી ત્રણ, સ્પેશિયલ ઓફિસર છે. જેમાં પોલીસ કર્માચરીની ઓળખ થઇ છે. ફિરદોસ અહમદ, કુલદીપ સિંહ નિસાર અહમદ ધોબી અને ફૈયાઝ અહમદ ભટ્ટ તરીકે ઓળખ થઇ છે. આતંકવાદીઓએ ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા કરી હોવાની માહિતી મળી રહી છે. જ્યારે એક જવાનને આતંકવાદીના પિતની મુક્તી બાદ છોડવામાં આવ્યો હતો.  ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા બાદ ચાર એસપીઓએ પોતાના પદ ઉપરથી રાજીનામા આપી દીધા છે. કોન્સ્ટેબલ મોહમદ ઇરસાદ બાબ, ઉમર બશીર સહિત અન્ય બે એસપીઓએ રાજીનામા આપી દીધા છે.

    પોલીસને આશંકા છે કે, અપહરણ પાછળ હિઝબુલ મુઝાહિદ્દીનનો હાથ છે. આ પહેલા હિઝબુલે ધમકી આપી હતી કે, જો સરકારી કર્માચરી અને સુરક્ષા દળો ચાર દિવસમાં રાજીનામું ન આપે તો તેમને આનું ગંભીર પરિણામ ભોગવવું પડશે.

    આ અંગે બે મીનિટનો એક મીડિયો પણ વાયરલ થયો છે. જેમાં હિઝબુલનું બેન છે અને તેના દ્વારા ધમકી આપવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયોમાં હિઝબુલના પ્રવક્તા ઉમર ઇબ્લ ખિતાબનો અવાજ છે. વીડિયોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, એક સ્થાનિક વિસ્તારમાં તેના પરિવારો પાસે જેમના પરિવારજનો સુરક્ષા દળોમાં છે.

    ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ઘાટીમાં આ પહેલા અનેક પોલીસ કર્મચારીઓનું અપહરણ કરીને નિર્મમ રીતે હત્યા કરવામાં આવી છે. જત્યારબાદથી ઘાટીમાં ખુબ જ બબાલ છે. તાજેતમાં જ આતંકવાદીઓએ પોલીસ કર્મચારીઓના 10 સભ્યોનું અપહરણ કર્યું હતું. જોકે ત્યારબાદ તેમને છોડી મુકાયા હતા. આતંકવાદીઓનું કહેવું છે કે, પોલીસ કર્મચારી તેમના પરિવારના કેટલાક સભ્યોને લેવા ગયા હતા. તેઓ ઇચ્છે છે કે તેમને છોડી દેવામાં આવે.

    બાંદીપોરામાં સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર માર્યા, 24 કલાકથી ચાલે છે અથડામણ

    જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળોએ શુક્રવારે વધુ બે આંતકવાદીઓને ઠાર માર્યા છે. અહીં 24 કલાકથી અથડામણ ચાલું છે. ગુરુવારે જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સુમલર ગામમાં આતંકવાદીઓ સંતાયા હોવાની માહિતી મળ્યા પછી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.
    Published by:ankit patel
    First published:

    Tags: BSF, Jammu Kashmir

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन