Home /News /national-international /

હિઝ્બુલની ધમકી, કાશ્મીરીઓને કઈ થયું તો બહારના મજૂરોને મારી નાંખીશુ

હિઝ્બુલની ધમકી, કાશ્મીરીઓને કઈ થયું તો બહારના મજૂરોને મારી નાંખીશુ

પુલવામા હુમલાની ફાઇલ તસવીર

હિઝ્બુલના ઑપરેશનલ કમાન્ડર રિયાઝ નાઇકે 17 મિનીટની ઑડિયો ક્લિપ જાહેર કરી અને ધમકી આપી છે. તેણે કહ્યું છે કે જો કાશ્મીરઓને કઈ પણ થયું તો બહારથી આવતાં મજૂરોને મારી નાંખીશુ

    આકાશ હસન

    પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા ફિદાયીન હુમલા બાદ દેશમાં કાશ્મીરીઓ વિરુદ્ધ ગુસ્સાનો માહોલ સર્જાયો છે. ઠેર ઠેર કાશ્મીરીઓ વિરુદ્ધ અને આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે અને કેટલાક ઠેકાણે કાશ્મીરીઓ પર હુમલા પણ થયા છે, આ સ્થિતિમાં કાશ્મીરના ઑપરેશનલ કમાન્ડરે ધમકી આપી છે જો એક પણ કાશ્મીરની કઈ થયુ તો બહારથી કામ માટે કાશ્મીરમાં આવતાં મજૂરોને મારી નાંખીશું.

    પુલાવામા હુમલા બાદ અનેક કાશ્મીરીઓ પર કથિત રીતે હુમલા થયા હોવાની ઘટના બહાર આવી છે. જમ્મુમાં અનેક વાહનોમાં આગચંપી થઈ હતી જ્યારે કાશ્મીરીઓને હોટલ અને હૉસ્ટેલમાંથી હાંકી કાઢવાની ઘટનાઓ બની છે. હિઝ્બુલ મુજ્જાહિદ્દીનના ઑપરેશનલ કમાન્ડર રિયાઝ નાઇકે મંગળવારે 17 મિનીટની એક ઑડિયો ક્લિપ જાહેર કરી અને ધમકી આપી છે. તેણે કહ્યું, “જો કોઈ પણ કાશ્મીરીની કઈ પણ થયું તો યાદ રાખજો કે અહીંયા મજૂરી માટે આવતા બહારના લોકો જીવતા નહીં જાય.”

    આ પણ વાંચો: પુલવામાં હુમલા પર ઝરદારીએ ઇમરાન ખાનને ઘેર્યો, પુછ્યું - દુનિયામાં તમારો મિત્ર કોણ છે?

    નાઇકે કહ્યું, કાશ્મીરમાં સેનાના અત્યાચારના કારણે પુલવામા જેવા હુમલા થાય છે. જે આતંકવાદીએ આ હુમલાને અંજામ આપ્યો તે પુલવામા જિલ્લાનો 21 વર્ષનો સી ગ્રેડ આતંકવાદી હતો.

    નાઇકે ઑડિયોમાં ધમકી આપી કે તમે તમારી સેનાને પરત બોલાવી લો એ જ સમાધાન છે. જે લોકો સૈનિકોની હત્યા પર વિલાપ કરી રહ્યા છે અને અમને આતંકવાદી કહી રહ્યાં છે, તેમને જાણ હોવી જોઈએ કે વર્ષ 2018 બાદ ભારતે 400 લોકોન કાશ્મીરમાં નિર્દયતા પૂર્વક મારી નાંખ્યા છે.

    કુલભૂષણ કેસ: જબરદસ્તી કબુલનામા પર જાધવને મળેલી સજા રદ્દ કરો, ICJમાં ભારત
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pulwama attack, Threat, આતંકી હુમલો, કાશ્મીર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन