27 વર્ષની મહિલા થઈ HIV પોઝિટિવ, પરિજનોએ ઘરમાંથી કાઢી મૂકી, મદદ માટે અપીલ

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

Haryana news: એચઆઈવી એડ્સ પીડિત મહિલાના 7 વર્ષ પહેલા ગોહાના રોડમાં એક કોલોનીમાં લગ્ન થયા હતા. જ્યારે પીડિત મહિલાના લગ્ન થયા ત્યારે તેની ઉંમર 30 વર્ષની હતી. પીડિતાએ જણાવ્યું કે બધું બરોબર ચાલી રહ્યું હતું. પરંતુ મને પેટમાં દુઃખાવો થવા લાગ્યો હતો. તબીયત ખરાબ રહેવા લાગી હતી.

 • Share this:
  પાનીપતઃ કેન્દ્ર અને હરિયાણા સરકાર (haryana government) લોકોને એચઆઈવી એડ્સ (HIV AIDS) પ્રત્યે જાગૃત કરવા માટે વિશેષ અભિયાન અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવે છે કે એડ્સ અડવાથી ફેલાતો નથી પરંતુ લોકોને આ અંગે જાગૃત થતા નથી. જેનું પરિણામ એચઆઈવી એડ્સ પીડિત દર્દીઓને (Patients suffering from HIV / AIDS) ભોગવવું પડી રહ્યું છે.

  આવી જ એક ઘટના હરિયાણા રાજ્યના પાનીપતમાંથી (Panipat news) સામે આવ્યો છે. અહીં પીડિત મહિલાને સાસરીના લોકોએ ત્રાસ આપવીને ઘરમાંથી કાઢી મૂકી હતી. સાસરી દ્વારા ઘરમાંથી બહાર કાઢી મૂકતા મહિલા મદદ માટે આમતેમ ભટકી રહી છે. હવે મહિલા મદદ માટે જિલ્લા મહિલા પ્રોટેક્શન અધિકારી પાસે પહોંચી હતી.

  મળતી માહિતી પ્રમાણે પાનીપતની એચઆઈવી એડ્સ પીડિત મહિલાના 7 વર્ષ પહેલા ગોહાના રોડમાં એક કોલોનીમાં લગ્ન થયા હતા. જ્યારે પીડિત મહિલાના લગ્ન થયા ત્યારે તેની ઉંમર 30 વર્ષની હતી. પીડિતાએ જણાવ્યું કે બધું બરોબર ચાલી રહ્યું હતું. પરંતુ મને પેટમાં દુઃખાવો થવા લાગ્યો હતો. તબીયત ખરાબ રહેવા લાગી હતી.

  સાસરીના લોકોએ દવાઓ લાવી આપતા હતા. અનેક વખત ઈન્જેક્શન પણ લગાવ્યા હતા. પરંતુ આ દરમિયાન ગર્ભવતી થઈ ગઈ. ગર્ભ ધારણ થયા બાદ સારવાર સામાન્ય હોસ્પિટલમાં ચાલતો હતો. આ વચ્ચે ત્રણ મહિનાનો ગર્ભ પડી ગોય હતો. કારણ કે બાળકના ધબકારા બંધ થયા હતા. પાનીપતની સિવિલ હોસ્પિટલમાં જ્યારે ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે એચઆઈવી પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું. આ સાંભળીને પરિવારના લોકો ચોંકી ગયા હતા.

  આ પણ વાંચોઃ-Surat: રાંદેરમાં ઇંડાની લારીવાળાથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ, ધારી ધીરને જોતો, જાહેર શૌચાલયમાં પણ પાછળ ઘુસી જતો

  પતિ શું કહ્યું હતું?
  પીડિતાના જણાવ્યા પ્રમાણે મેં મારા પતિને કહ્યું હતું કે અત્યારે છોડવી હોય તો છોડી દો પાછળથી ના છોડતા ત્યારે પતિએ કહ્યું હતું કે હું રાખીશ પરંતુ થોડા સમય બાદ સાસરીના લોકોએ મને હેરાન કરવાનું શરુ કર્યું હતું. ખાવાનું પણ આપ્યું ન્હોતું. રસોડામાં કામ પણ કરવા ન્હોતા દેતા. એવો વ્યવહાર કરતા હતા કે જાણે મને છુતની બીમારી હોય. પીડિતાએ જણાવ્યું કે સાસરીના લોકો અને પરિવારના લોકો મારી સાથે મારપીટ કરતા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?

  આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

  લગ્ન ન્હોતા કરવા પરંતુ ...
  પીડિત મહિલાના જણાવ્યા પ્રમાણે હું લગ્ન કરવા ન્હોતી ઈચ્છતી પરંતુ મારા પતિએ કહ્યુ હતું કે લગ્ન બાદ પણ તું ભણી શકે છે. પરંતુ સાસરીના લોકોએ મને ભણવા ના દીધી. ત્યારે હું 12માં ધોરણમાં જેબીટી કરી અને બીએનો અભ્યાસ કરવા માંગતો હતો. પીડિતાએ જણાવ્યું કે હું એનજીઓમાં કામ કરું છું. મારી સુવિધાને જોઈને મને ઓનલાઈન કામ આપતા હતા. તેણે કહ્યું કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કામ કરીને જીવનમાં સફળ બનવા માંગું છું.
  Published by:ankit patel
  First published: