Home /News /national-international /

એઇડ્સગ્રસ્ત વ્યક્તિએ 70 છોકરીઓ પર બળાત્કાર કર્યો

એઇડ્સગ્રસ્ત વ્યક્તિએ 70 છોકરીઓ પર બળાત્કાર કર્યો

પ્રતિકાત્મક તસવીર

પોલીસને એવી શંકા છે કે, ભોગ બનનાર છોકરીઓની સંખ્યા વધારે હોઇ શકે છે

    એઇડ્સ (HIV+)ગ્રસ્ત માણસે થાઇલેન્ડમાં 70 જેટલી છોકરીઓ પર બળાત્કાર કર્યાની ઘટના બહાર આવી છે. આ મામલે થાઇલેન્ડ પોલીસ આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ભોગ બનનાર છોકરીએ સાથે બ્લેકમેઇલ કરી તેમના પર બળાત્કાર કર્યો હતો.

    પોલીસે વધુમાં જણાવ્યું કે, તેમને એવી ફરિયાદ મળી હતી કે, એક માણસ સોશિયલ મીડિયાનાં માધ્યમથી ખોટા પ્રોફાઇલ બનાવી અને છોકરીઓને ભોળવતો હતો અને તેમનો વિશ્વાસ જીતી લીધા પછી તેમના પર બળાત્કાર ગુજારતો હતો. આરોપી છોકરીઓને નગ્ન ફોટા મોકલતો હતો. બળાત્કાર ગુજાર્યા પછી છોકરીઓને આરોપી ધમકાવતો હતો અને કહેતો હતો કે, જો તેઓ પોલીસ ફરીયાદ કરશે તો, તેમના નગ્ન ફોટા જાહેર કરી દેશે.

    થાઇલેન્ડ પોલીસે કહ્યું કે, જ્યારે તેમણે આરોપીની ધરપકડ કરી ત્યારે તેની રૂમમાંથી એઇડ્સની દવા પણ મળી. આરોપીની ઉંમર 43 વર્ષની છે અને તેનું નામ જક્રિત ખોમસિંગ છે. પોલીસે દાવા સાથે કહ્યું કે, આરોપી એચ.આઇ.વી. પોઝિટીવનો દર્દી છે.
    પોલીસે કહ્યું કે, તેમની તપાસમાં એટલું ખુલ્યુ છે કે, આરોપીએ 13 થી 18 વર્ષની 70 જેટલી છોકરી પર તેણે બળાત્કાર કર્યો હતો.

    પોલીસને એવી શંકા છે કે, ભોગ બનનાર છોકરીઓની સંખ્યા વધારે હોઇ શકે છે અને એટલા માટે પોલીસ ભોગબનનારને આગળ આવવા માટે અપીલ કરી રહી છે અને આરોપી સામે ફરિયાદ નોંધાવવા માટે અરજ કરી છે.  થાઇલેન્ડનાં કાયદાઓ મુજબ, જો ગુનાઓ સાબિત થાય, તો આરોપીને 10 વર્ષની જેલની સજા થઇ શકે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Victims, ગુનો, પોલીસ

    આગામી સમાચાર