Home /News /national-international /રફ્તારનો રાક્ષસ: ફુલ સ્પિડે આવતી કારે રસ્તા પર ઊભેલી બાઈકને 3 કિમી સુધી ઢસડી, CCTV જોઈ ડરી ગયા લોકો

રફ્તારનો રાક્ષસ: ફુલ સ્પિડે આવતી કારે રસ્તા પર ઊભેલી બાઈકને 3 કિમી સુધી ઢસડી, CCTV જોઈ ડરી ગયા લોકો

ગુરુગ્રામમાં હચમચાવી નાખતી ઘટના

બાઉંસર મોનૂએ કહ્યું કે, તે રોડ કિનારે પોતાની બાઈક ઊભી રાખીને ઊભો હતો. ત્યારે જ કારે તેના ટુ વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કારની નીચે બાઈક ફસાઈ ગયું.

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હીના સુલ્તાનપુરી-કંઝાવલા હિંટ એન્ડ રન જેવી ઘટના સામે આવી છે. ગુરુગ્રામ પોલીસે ગુરુવારે બતાવ્યું કે, એક વ્યક્તિએ પોતાના તેજ રફ્તાર કારથી એક મોટરસાયકલને 3 કિમીથી વધારે દૂર સુધી ઢસડવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, કારે પહેલા રોડ કિનારે ઊભેલા બાઈકને ટક્કર મારી અને જ્યારે ટુ વ્હીલર વાહન તેની નીચે ફસાઈ ગઈ તો, ફુલ સ્પિડે ચાલતી કારે 3 કિમી સુધી ઢસડી હતી. બાઈક માલિક બાઉંસરનું કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે, આ ઘટના રાતના 11.30 કલાકે થઈ હતી, જ્યારે તે ડ્યૂટી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો.



આ પણ વાંચો: બાબા રામદેવે આપ્યું વિવાદિત નિવેદન: ઈસ્લામનો અર્થ ફક્ત 5 ટાઈમ નમાઝ અદા કરો, એ પછી કંઈ પણ કરો તે યોગ્ય કહેવાય

બાઉંસર મોનૂએ કહ્યું કે, તે રોડ કિનારે પોતાની બાઈક ઊભી રાખીને ઊભો હતો. ત્યારે જ કારે તેના ટુ વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કારની નીચે બાઈક ફસાઈ ગયું. કાર ચાલકે તેને ઢસડતા પોતાની સાથે લઈ ગઈ. બાઈક માલિક મોનૂએ કહ્યું કે, તે આ હિટ એન્ડ રન કેસમાં માંડ માંડ બચી ગયો. તેની બાઈક તૂટી ગઈ. ગુરુગ્રામ સેક્ટર 65માં મોટરસાયકલને ઢસડતા હોંડા સિટી કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસે તેને ધ્યાનમાં લેતા બાઈક માલિક મોનૂનો સંપર્ક ક્રયો, જેણે આ મામલામાં પોતાની ફરિયાદ નોંધાવી છે.


ફોર વ્હીલ વાહનની નીચેથી બાઈક નીકળીને રોડની સાઈડમાં પડ્યા બાદ કાર ચાલક પોતાનું વાહન છોડીને ભાગી ગયો. મોટરસાયકલ ચાલકની ફરિયાદના આધાર પર કાર ચાલક વિરુદ્ધ ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 279 , 336, 427 અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. ગુરુગ્રામ પોલીસના પ્રવક્તા સુભાષ બોકેને કહ્યું કે, અમે ફરીદાબાદ નિવાસી સુશાંત મેહતા તરીકે ઓળખાણ આપેલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની કાર જપ્ત કરી લીધી છે. આરોપી ગુરુગ્રામ સેક્ટર 63માં એક ખાનગી ફર્મમાં કામ કરે છે.
First published:

Tags: CCTV footage, Hit and run cases