Home /News /national-international /રિટાયર IAS અધિકારીના પુત્રનું કારસ્તાન, રાહદારી પર કાર ચઢાવી અને બોનટ પર 200 મીટર ઘસડી ગયો

રિટાયર IAS અધિકારીના પુત્રનું કારસ્તાન, રાહદારી પર કાર ચઢાવી અને બોનટ પર 200 મીટર ઘસડી ગયો

આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)

Delhi Hit and Run Case: સીસીટીવી ફૂટેજ (CCTV footage)માં 27 વર્ષીય આરોપી દેખાય છે, જે એક રિટાયર્ડ IAS ઓફિસરનો પુત્ર છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

દિલ્હી (Dilhi)માં હિટ એન્ડ રન (Hit and Run)નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 10 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસે (Delhi Police) એક સમૃદ્ધ અને પ્રભાવશાળી પરિવારના એક યુવાન દ્વારા રાહદારી પર નિર્દયતાથી કાર ચઢાવી દેવાના આરોપમાં ધરપકડ કરી હતી. સીસીટીવી ફૂટેજ (CCTV footage)માં 27 વર્ષીય આરોપી દેખાય છે, જે એક રિટાયર્ડ IAS ઓફિસરનો પુત્ર છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બાદમાં ઘર છોડીને તે એક ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચ્યો હતો. સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે આરોપી રાજ સુંદરમની નવી એસયુવી એક રાહદારી સાથે અથડાઈ રહી છે. આ પછી પણ તે ડ્રાઇવિંગ ચાલુ રાખે છે. ઘાયલ મુસાફર તેની કારના બોનેટ સાથે ચોંટી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થયા બાદ રોડ પર ડ ઢળી પડે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીના પિતા રિટાયર્ડ IAS ઓફિસર પાંડિયન કલ્યાણ સુંદરમ પણ તેમની સાથે કારમાં હાજર હતા. ઘટનાના બે દિવસ બાદ આરોપી ગુરુગ્રામની હોટલની બહારથી ઝડપાયો હતો. પેટ્રોલિયમ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયેલા તેમના પિતાની પણ તેમના પુત્રને આશ્રય આપવાની શંકામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ નિવેદનમાં જણાવાયું છે કે પાંડિયનને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ 37 વર્ષીય આનંદ વિજય મંડેલીયા તરીકે થઈ છે.

આ પણ વાંચો- અમદાવાદમાં પાર્કિંગના નામેં ઉઘાડી લૂંટ! જાણો કેટલો છે નક્કી કરાયેલો Parking Charge

ડેપ્યુટી પોલીસ કમિશનર (દક્ષિણ દિલ્હી) બેનિતા મૈરી જૈકરના જણાવ્યા અનુસાર આ કેસનો મુખ્ય આરોપી રાજ ડ્રાઇવિંગ કરતો હતો. જ્યારે તેના પિતા પાંડિયન પણ વાહનમાં બેઠા હતા. અકસ્માતનો ભોગ બનેલા પરિવારના જણાવ્યા મુજબ મંડેલિયા હાલમાં માથામાં ઘણી ઇજાઓ માટે સર્જરી બાદ વેન્ટિલેટરના સપોર્ટ પર છે. હિટ એન્ડ રન કેસનો આરોપી રાજ એક ખાનગી યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે. તેની હત્યાના પ્રયાસ અને અન્ય ગુનાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો- VIDEO: Hijab વિવાદ પર ઓવૈસી: 'હું રહું કે ના રહું, એક દિવસ હિજાબ પહેરેલી છોકરી વડાપ્રધાન બનશે'

એક પ્રત્યક્ષદર્શીની ફરિયાદના આધારે બુધવારે GK-1 પોલીસ સ્ટેશનમાં FIRને આરોપો સપાટી પર આવ્યા પછી અપડેટ કરવામાં આવી હતી. માર્ગ અકસ્માતમાં વપરાયેલ એસયુવીને ઓળખી કાઢવામાં આવી હતી અને તેને જપ્ત કરીને પોલીસને સોંપવામાં આવી હતી. આ કાર આરોપીના જીકે-1ના ભાડાના મકાનમાં પાર્ક કરેલી હતી.
First published:

Tags: Delhi capitals, Delhi police Fire, Hit and run case