કાનપુર એન્કાઉન્ટરના માસ્ટરમાઇન્ડ વિકાસ દુબેની ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિર ખાતેથી ધરપકડ

News18 Gujarati
Updated: July 9, 2020, 11:49 AM IST
કાનપુર એન્કાઉન્ટરના માસ્ટરમાઇન્ડ વિકાસ દુબેની ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિર ખાતેથી ધરપકડ
તસવીર : ANI

વિકાસ દુબેએ મહાકાલ મંદિર ખાતે જ કેમ સરેન્ડર કર્યું તે મોટો સવાલ છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ મહાકાલના દર્શન કરી લે છે તેને કોઈ મારી શકતું નથી. આ કારણે જ મોતના ડરને કારણે વિકાસ દુબે મહાકાલના દર્શન કરવા પહોંચ્યો હોઈ શકે છે.

  • Share this:
કાનપુર : ચૌબેપુરના વિકરુ ગામમાં આઠ પોલીસકર્મીની હત્યા કરીને ભાગી ગયેલા વિકાસ દુબે (Vikas Dubey)ની મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેર (Ujjain City)ના પ્રસિદ્ધ મહાકાલ મંદિર (Mahakal Temple) માંથી ધરપકડ કરી લેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અવનીશ અવસ્થી (Awanish Awasthi)એ આ વાતની અધિકારિક પુષ્ટિ કરી દીધી છે. મહાકાલ મંદિરના પોલીસ સ્ટેશન ખાતે વિકાસ દુબેએ સરેન્ડર કર્યું હતું. પોલીસે ધરપકડ કરીને તેને કોઈ અજાણી જગ્યાએ લઈ ગઈ છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ ઉજ્જૈન જવા માટે રવાના થઈ ગઈ છે. બુધવારે વિકાસ દુબેને ફરિદાબાદમાં જોવામાં આવ્યો હતો. પરંતુ તે ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો તેની પૂછપરછ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિકાસ દુબે મહાકાલ મંદિર પહોંચીને પોતે વિકાસ દુબે હોવાની બૂમો પાડવા લાગ્યો હતો. જે બાદમાં અહીં હાજર પોલીસકર્મીએ તેની ધરપકડ કરી લીધી હતી. જે બાદમાં ઉત્તર પ્રદેશ પોલીસને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. ધરપકડ બાદ એક તસવીર પણ ઉત્તર પ્રદેશ પોલીસને મોકલવામાં આવી હતી. જે બાદમાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ વિકાસ દુબે જ છે.

ઉજ્જૈન શા માટે પહોંચ્યો વિકાસ દુબે?

બુધવારે ફરીદાબાદ અને એનસીઆરમાં જોવામાં આવ્યા બાદ વિકાસ દુબે ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો તે મોટો સવાલ છે. આ મામલે ઉજ્જૈન પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસ અહીં પહોંચતા જ ટ્રાન્ઝિડ રિમાન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. થોડીવારમાં ઉજ્જૈન પોલીસ તેની ધરપકડ અંગે કોઈ ખુલાસો કરી તેવી શક્યતા છે.

વિકાસ દુબેએ મહાકાલ મંદિર ખાતે જ કેમ સરેન્ડર કર્યું તે મોટો સવાલ છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ મહાકાલના દર્શન કરી લે છે તેને કોઈ મારી શકતું નથી. આ કારણે જ મોતના ડરને કારણે વિકાસ દુબે મહાકાલના દર્શન કરવા પહોંચ્યો હોઈ શકે છે. કારણ કે પોલીસે આ પહેલા વિકાસ દુબેના ત્રણ સાથીને એન્કાઉન્ટરમાં ઠાર કરી લીધા છે. વિકાસ દુબેને પણ પોતાના એન્કાઉન્ટરનો ડર લાગી રહ્યો હોવાથી તે અહીં આવ્યો હોઈ શકે છે.

વિકાસ દુબેના બે સાથીને ઠાર મરાયા

8 પોલીસકર્મીઓની હત્યા મામલામાં ફરાર વિકાસ દુબેના વધુ બે સાગરીતોને યૂપી એસટીએફ (UP STF)એ ગુરુવારે ઠાર માર્યા છે. કાનપુર (Kanpur)માં એસટીએફ સ્ટાફની પિસ્તોલ છીનવીને ભાગી રહેલા પ્રભાત મિશ્રા ઉર્ફ કાર્તિકેયને પોલીસે ઠાર માર્યો તો બીજી તરફ ઈટાવામાં પોલીસે વિકાસ દુબેના ત્રીજા સાથી પ્રવીણ ઉર્ફ બવ્વન શુક્લા (Bavvan Shukla)ને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. બવ્વન પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેની વિરુદ્ધ વિકરૂ ગામમાં પોલીસ ટીમ પર થયેલા હુમલામાં સામેલ હોવાના આરોપમાં ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.

એએસપી આકાશ તોમરે જણાવ્યું કે આજે વહેલી પરોઢે 3 વાગ્યે મહેવા પોલીસ સ્ટેશનની હદના હાઈવે પર બકેવરની પાસે એક સ્વિફ્ટ ડિઝાયર કાર DL-1Z-A3602ને સ્કોર્પિયો સવાર ચાર બદમાશોએ લૂંટી લીધી. ત્યારબાદ લગભગ 4:30 વાગ્યે પોલીસે તેમને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની હદના કચૌરા રોડ પર તેમને ઘેરી દીધા. ત્યારબાદ પોલીસે કારનો પીછો કર્યો. ત્યારબાદ કાર એક ઝાડ સાથે ટકરાઈ ગઈ અને અપરાધીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસ તરફથી જવાબી ફાયરિંગમાં એક બદમાશને ગોળીઓ વાગી. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેની ઓળખ પ્રવીણ ઉર્ફ બવ્વન શુક્લા તરીકે થઈ છે.

 

શૂટઆઉટમાં સામેલ પ્રભાત મિશ્રા ઠાર મરાયો

ઉત્તર પ્રદેશના કાનપુર કાંડ (Kanpur Shootout)માં ફરાર મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે (Vikas Dubey)નો વધુ એક સાગરીત પ્રભાત મિશ્રા (Prabhat Mishra) ઉર્ફ કાર્તિકેયને એસટીએફ (STF)એ પનકી પોલીસ સ્ટેશનની હદમાં એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. પ્રભાત મિશ્રા વિકરૂ ગામમાં પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં સામેલ હતો. પ્રભાત મિશ્રાની બુધવારે જ ફરીદાબાદ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવા યૂપી એસટીએફને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર લીધો હતો. યૂપી એસટીએફ તેને રિમાન્ડ પર કાનપુર લાવી રહી હતી. પનકી પોલીસ સ્ટેશનની હદમાં ગાડી ખરાબ થઈ ગઈ. આ દરમિયાન પ્રભાતે યૂપી એસટીએફના એક સ્ટાફની પિસ્તોલ છીનવીને ભાગવા લાગ્યો. જ્યારે પોલીસે તેને રોક્યો તો ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ કરવામાં આવેલા જવાબી ફાયરિંગમાં પ્રભાત મિશ્રાનું મોત થયું.
Published by: Vinod Zankhaliya
First published: July 9, 2020, 10:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading