Home /News /national-international /

તમિલનાડુ : BJP જોઈન કરવાનો હતો હિસ્ટ્રીશીટર, પોલીસને જોતા જ સ્થળ પરથી થયો ફરાર

તમિલનાડુ : BJP જોઈન કરવાનો હતો હિસ્ટ્રીશીટર, પોલીસને જોતા જ સ્થળ પરથી થયો ફરાર

તમિલનાડુ : BJP જોઈન કરવાનો હતો હિસ્ટ્રી શીટર, પોલીસને જોતા જ સ્થળ પરથી થયો ફરાર

સૂર્યા નામનો એક હિસ્ટ્રીશીટર ચેન્નઈમાં બીજેપીની સદસ્યતા ગ્રહણ કાર્યક્રમમાં જોઇનિંગ માટે પહોંચ્યો હતો

    ચેન્નઈ : તમિલનાડુમાં હાલના દિવસોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની એક મોટા અપરાધીને પાર્ટીમાં સામેલ કરાવવાને લઈને ટિકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૂર્યા નામનો એક હિસ્ટ્રીશીટર ચેન્નઈમાં બીજેપીની સદસ્યતા ગ્રહણ કાર્યક્રમમાં જોઇનિંગ માટે પહોંચ્યો હતો. જોકે ત્યાં અચાનક પોલીસ આવી ગઈ હતી. પોલીસને જોતા જ સૂર્યા ત્યાંથી ભાગી ગયો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે સૂર્યા ઘણા કેસમાં વોન્ટેડ છે. પોલીસ તેને શોધી રહી હતી.

    પોલીસના મતે સૂર્યા કુખ્યાત ગેંગસ્ટર રેડ હિલ્સના નામથી ઓળખાય છે. સૂર્યા ઉપર છ હત્યાનો આરોપ છે. આ સિવાય હત્યાનો પ્રયત્ન, વિસ્ફોટકનો પ્રયોગ કરવા સહિત અન્ય ગંભીર કલમો સાથે લગભગ 50 કેસ નોંધાયેલા છે. બીજેપીમાં તેની જોઈનિંગનો કાર્યક્રમ ચેન્નઇના વેંડાલુરુમાં હતો. અહીંયા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એલ મુરગન પહોંચ્યા હતા. જ્યારે પોલીસને હિસ્ટ્રીશીટર ત્યાં હોવાની જાણકારી મળી તો ચેંગલપટ્ટુ જિલ્લાની પોલીસ સૂર્યાની ધરપકડ કરવા માટે કાર્યક્રમ સ્થળે પહોંચી ગઈ હતી.

    આ પણ વાંચો - IPL 2020: બળાત્કાર પીડિતોની મદદ કરે છે ચેન્નઈ સુપરકિંગ્સના સ્ટાર બેટ્સમેનની પત્ની

    પોલીસના મતે અમારી ટીમને જોઈને સૂર્યા ત્યાંથી કાર લઈને ભાગી ગયો હતો. જોકે પોલીસ સ્થળ પરથી અન્ય 6 લોકોની ધરપકડ કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે પકડાયેલા લોકો સૂર્યાના સાથી છે. આ પછી બીજેપીના ઘણા નેતા અને કાર્યકર્તા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હંગામો કર્યો હતો. તે ત્યાં ધરણાં ઉપર બેઠા હતા અને પકડાયેલા લોકોને છોડવાની માંગણી કરી હતી.

    આ વિશે પાર્ટીના રાજ્ય મહાસચિવ કેટી રાઘવને કહ્યું કે પોલીસે જે છ લોકોને પકડીને લઈ ગઈ છે. તે લોકો ઇચ્છે છે કે તેમાંથી પોલીસ ફક્ત બે પાર્ટી સભ્યોને છોડી મુકે. બાદમાં પોલીસે ધરપકડ કરાયેલા લોકોને છોડી મુક્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Tamilnadu, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन