Home /News /national-international /Hindenburg: અદાણીને ટાર્ગેટ કરનારી કંપની હિંડનબર્ગનો શું છે ધંધો, અત્યાર સુધીમાં કેટલીય કંપનીને કરી ચુક્યા છે કંગાળ
Hindenburg: અદાણીને ટાર્ગેટ કરનારી કંપની હિંડનબર્ગનો શું છે ધંધો, અત્યાર સુધીમાં કેટલીય કંપનીને કરી ચુક્યા છે કંગાળ
hindenburg
હિંડનબર્ગ એક શોર્ટ સેલિંગ કંપની છે. તે એક ઈન્વેસ્ટમેન્ટ કંપની પણ છે. કંપનીની પ્રોફાઈલમાં જણાવ્યા અનુસાર, આ રિસર્ત ફર્મ એક એક્ટિવિસ્ટ શોર્ટ સેલર છે.
નવી દિલ્હી: અમેરિકી રિસર્ચ અને શોર્ટ સેલિંગ ફર્મ હિંડેનર્ગના રિપોર્ટ આવ્યા બાદથી અદાણી ગ્રુપના તમામ શેર ધડામ થઈ રહ્યા છે. ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપને લઈને મોટો ખુલાસો કર્યો છે. આરોપ છે કે, અદામી ગ્રુપના શેર ઓવરપ્રાઈસડ છે. રિપોર્ટમાં અદાણી ગ્રુપના ખાતામાં ગરબડને લઈને ગંભીર આરોપ લાગ્યા છે. આ ખુલાસા બાદ અદાણી ગ્રુપના શેરમાં વેચવાલી હાવી છે. અદાણી ગ્રુપના શેર સતત નીચે આવી રહ્યા છે. માર્કેટ કૈપમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટે અદાણીના માર્કેટ કેપમાં 10 લાખ કરોડથી વધારેનું નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે આવા સમયે એ જાણવુ જરુરી છે કે, આખરે કેવી રીતે આ કંપનીને કમાણી થાય છે. હિંડનબર્ગની કમાણીનો મુખ્ય સ્ત્રોત શોર્ટ સેલિંગ છે. હિંડનબર્ગ શેરના શોર્ટ સેલિંગ કરીને અબજોની કમાણી કરે છે. તો આવો જાણીએ આ શોર્ટ સેલિંગ શું હોય છે અને કેવી રીતે હિંડનબર્ગ તેમાંથી કમાણી કરી રહ્યા છે.
શોર્ટ સેલિંગ એક ટ્રેડિંગ અથવા રોકાણની રણનીતિ છે. તેમાં કોઈ વ્યક્તિ કોઈ ખાસ કિંમત પર સ્ટોક અથવા સિક્યોરિટીઝ ખરીદે છે અને બાદમાં કિંમત વધારે થવા પર તેને વેચી દે છે. જેનાથી ફાયદો વધારે થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, શોર્ટ સેલિંગ એક ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે. તેમાં કોઈ શેરની કિંમત નીચે જવા પર પૈસા કમાઈ શકાય છે. જો કોઈ રોકાણકારને ખબર હોય કે, કોઈ કંપનીના શેરમાં આવનારા સમયમાં ધબડકો થવાનો છે, તો તે કંપનીના શેરને ખરીદીને નીચે જવા પર વેચી શકે છે. તેને શોર્ટ સેલિંગ કહે છે. શોર્ટ સેલિંગને પરિભાષિત કરવાના સૌથી માળખાગત રીત સ્ટોકમાં ધબડકા વિશે અનુમાન લગાવવું અને તેના વિરુદ્ધ દાવ લગાવવો છે. તેને આવી રીતે સમજો કે, જો એક શોર્ટ સેલર 500 રૂપિયાના સ્ટોકને 300 રૂપિયાના સ્તર પર નીચે આવવાની આશા કરે છે, તો તે માર્જિન અકાઉન્ટનો ઉપયોગ કરીને બ્રોકરથી સ્ટોક ઉધાર લઈ શકે છે અને સેટલમેન્ટ પીરિયડથી પહેલા તે સ્ટોકને પરત ખરીદી શકે છે. શોર્ટ સેલર 500 રૂપિયાના શેરને 300 રૂપિયા સુધઈ નીચે આવતા પાછા ખરીદવાની આશા સાથે વેચી દે છે. જો સ્ટોક વાસ્તવમાં નીચે આવે છે તો, સ્ટોક સેલર શેર પરત ખરીદે છે અને પોતાની પોઝિશન ક્લોઝ કરી દે છે. જો શેર 100 રૂપિયામાં વેચ્યો અને તેને 85 રૂપિયામાં પરત ખરીદી લીધો તો દરેક શેર પર 15 રૂપિયાનો નફો થયો.
હિંડનબર્ગ કેવી રીતે કરે છે કમાણી
હિંડનબર્ગ એક શોર્ટ સેલિંગ કંપની છે. તે એક ઈન્વેસ્ટમેન્ટ કંપની પણ છે. કંપનીની પ્રોફાઈલમાં જણાવ્યા અનુસાર, આ રિસર્ત ફર્મ એક એક્ટિવિસ્ટ શોર્ટ સેલર છે. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે, તે એક એક્ટિવિસ્ટ શોર્ટ સેલર કંપની છે. હિંડનબર્ગ પણ આવી રીતે કમાણી કરે છે. હિંડનબર્ગે અમેરિકામાં અદાણી કંપનીના બોન્ડની શોર્ટ પોઝિશન લીધી છે અને તેના વિશે તેમણે ખુદ જાણકારી આપી છે. હિંડનબર્ગે અદાણીના શેરની શોર્ટ પોઝિશન લીધા બાદ આ રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ઝડપથી ઘટાડો આવ્યો અને હિંડનબર્ગે સારો એવો નફો કમાઈ લીધો.
આપને જણાવી દઈએ કે, અદાણી પહેલી કંપની નથી, જેને લઈને હિંડનબર્ગે રિપોર્ટ બહાર પાડ્યો હોય. આ અગાઉ પણ કેટલીય મોટી મોટી કંપની વિરુદ્ધ આવા રિપોર્ટ જાહેર કર્યા છે. આ કંપની કોઈ પણ કંપનીને ટાર્ગેટ કરીને તેમાં ખામી શોધી કાઢી છે. આ રિપોર્ટના કારણે જ્યારે કંપનીના શેર નીચે જાય છે, તો તેને ખરીદીને પ્રોફિટ કમાય છે. હિંડનબર્ગે વર્ષ 2020માં લગભગ 16 રિપોર્ટ જાહેર કર્યા હતા. આ રિપોર્ટના કારણે કંપનીઓના શેરમાં સરેરાશ 15 ટકાનો ધડાકો આવ્યો હતો. હિંડનબર્ગે Nikola, SCWORX , Genius Brand, Ideanomic ,વિંસ ફાઈનાન્સ, જીનિયસ બ્રાન્ડ્સ, SC Wrox,એચએફ ફુડ, બ્લૂમ એનર્જી, Aphria, ટ્વિટર ઈંક જેવી કંપનીઓ વિરુદ્ધ રિપોર્ટ બહાર પાડ્યા છે. ત્યાર બાદ આ કંપનીઓના શેરને શોર્ટ સેલિંગ કરીને કમાણી કરી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર