Union
Budget 2023

Highlights

Home /News /national-international /ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટના: 23000ની ઊંચાઈ પર અચાનક વિમાનની બારી નીકળી ગઈ, પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા

ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટના: 23000ની ઊંચાઈ પર અચાનક વિમાનની બારી નીકળી ગઈ, પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા

plane accident

સાંભળવામાં કોઈ ફિલ્મથી જરાયે ઉતરતી નહીં એવી આ ઘટના 10 જૂન 1990ના રોજ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ નંબર 5390માં થઈ હતી. આ ફ્લાઈટ ઈંગ્લેન્ડના બર્મિઘમથી સ્પેન મલાગા જઈ રહી હતી.

  Horrible Plane Accident: નેપાળ પ્લેન ક્રેશે લોકોને હચમચાવી નાખ્યા છે. આ દુર્ઘટના સાથે જોડાયેલ વીડિયો જોઈને લોકો અંદાજો લગાવી રહ્યા છે કે આ દુર્ઘટના કેટલી ભયાનક હશે. જો કે,આજે અમે આવી જ એક હચમચાવી નાખતી ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ. એવિએશન હિસ્ટ્રીમાં ભાગ્યે જ આપને આવી ઘટના જોવા મળતી હશે. જ્યારે એક હવામાં ઉડતા પ્લેનમાંથી તેનો મેઈન પાયલટ જ ઉડી ગયો અને પ્લેનમાં કુલ 87 લોકો સુરક્ષિત રીતે લેન્ડીંગ કરાવાની રાહ જોઈ રહ્યા હતા.

  આ પણ વાંચો: Air India Pee Case : Air Indiaના પ્લેનમાં શંકર મિશ્રાના સીટ નંબરથી કેસમાં નવો વળાંક આવ્યો

  આપે હોલિવૂડની તમામ ફિલ્મોમાં આ રીતના સીન જોયા હશે, જ્યાં ચાલતા વિમાનમાં કોઈ હોબાળો થઈ રહ્યો હોય, પણ રિયલ લાઈફમાં પણ આવું થઈ ચુક્યું છે. વિમાન પોતાની ફુલ સ્પિડમાં 23 હજાર ફુટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. 800 કિમી/ પ્રતિ કલાકની સ્પિડ અને ફુલ હવાની વચ્ચે અચાનક પ્લેનની એક વિંડસ્ક્રીન ઉડી અને મુખ્ય પાયલટ પોતાની સીટ સાથે હવામાં બહાર લટકી જાય છે.

  ઉડીને વિમાનથી બહાર લટકાયો પાયલટ


  સાંભળવામાં કોઈ ફિલ્મથી જરાયે ઉતરતી નહીં એવી આ ઘટના 10 જૂન 1990ના રોજ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ નંબર 5390માં થઈ હતી. આ ફ્લાઈટ ઈંગ્લેન્ડના બર્મિઘમથી સ્પેન મલાગા જઈ રહી હતી. બધુ બરાબર હતું. આ દરમિયાન લગભગ 20 મીનિટ બાદ કોકપિટમાં એક જોરદાર બ્લાસ્ટ થયો. થોડી સેકેન્ડોમાં જ વિંડસ્ક્રીન તૂટ્યા બાદ વિમાનના મુખ્ય પાયલટ કેપ્શન ટિમોથી લેંકસ્ટર બારી બહાર લટકાયેલા જોવા મળ્યા. તે હવામાંથી બહાર ખેંચાતા હતા. જો ક્રૂ મેમ્બર નાઈઝેલ ઓગ્ડેન તેમના પગને પકડી ન રાખતા, ખુદને ખુરશીમાં ફસાવીને તેમણે તેને પકડ્યો, જ્યારે ફુલ સ્પિડે બર્ફીલી હવા તેમને બહાર ખેંચી રહી હતી.

  ફ્લાઈટ ડોક્યુમેન્ટ અને સામાન ઉડવા લાગ્યો


  હવા એટલી ઝડપી હતી કે, અંદર રહેલા ડોક્યુમેન્ટ્સ અને બાકીની વસ્તુઓ બહાર ઉડવા લાગી. ઓગ્ડેન, પાયલટને પકડવા માટે કોશિશ કરી રહ્યા હતા. જ્યારે તે હાજર 2 ફ્લાઈટ અટેંડેંટ ત્યાં બધુ વસ્તુ સરખી કરી રહ્યા હતા. જ્યારે યોગ્ય એર પ્રેશર મળી રહ્યુંહ તું. તેમણે કંટ્રોલ રૂમમાં સંપર્ક કર્યો. પણ ભારે પવનના કારણે તેમની વાત થઈ શકતી નહોતી. પાયલટને પકડીને બેઠેલા ઓગ્ડન પણ થાકી રહ્યા હતા. તેથી તેમણે આ કામ બીજા ક્રૂ મેમ્બર્સને સોંપ્યું. આ બાજૂ પાયલટનું માથુ સતત ડેક સાથે ટકરાઈ રહ્યું હતું. ત્યારે એક સમયે લોકોને લાગ્યું કે તે જીવતો નહીં બચે.

  બાદમાં થયું ઈતિહાસનું સૌથી અઘરુ લેન્ડીંગ


  વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને પણ નહોતી ખબર કે, તેઓ કેટલી ઘડી સુધી જીવતા રહેવાના છે. આ દરમિયાન પાયલટને ટ્રાંફિક કંટ્રોલમાંથી સ્પષ્ટ અવાજ આવવા લાગ્યો. તેમણે એવિએશન હિસ્ટ્રીની સૌથી ખતરનાક લેન્ડીંગ કરાવતા પ્લેનને સાઉથેંપન એરપોર્ટ પર ઉતાર્યું. પ્લેન ઉતરતા જ સૌથી પહેલા પાયલટને લેંસેસ્ટરને મેડિકલ ઈમરજન્સી માટે લઈ જવામાં આવ્યો. કહ્યું કે, લોકો તેને મરેલા સમજવા લાગ્યા હતા. પણ ટીમ વર્ક અને સહાનૂભિત રંગ લાવી. બર્ફિલા હવા સાથે સંઘર્ષ કર્યા બાદ પણ તે જીવતો રહ્યો. ઘા, આઘાત અને કેટલાય ફેક્ચર્સ બાદ મહિનાઓ પછી તે પોતાના પગ પર ઊભો રહી શક્યો.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: PLANE CRASH

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन