ઐતિહાસિક દિવસ : ભારત આજે ચંદ્ર પર ઉતરી ઈતિહાસ રચશે

News18 Gujarati
Updated: September 6, 2019, 10:41 AM IST
ઐતિહાસિક દિવસ : ભારત આજે ચંદ્ર પર ઉતરી ઈતિહાસ રચશે
લૅન્ડર 'વિક્રમ' શનિવાર સવારે ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સોફ્ટ લૅન્ડિંગ કરવા માટે તૈયાર છે

લૅન્ડર 'વિક્રમ' શનિવાર સવારે ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સોફ્ટ લૅન્ડિંગ કરવા માટે તૈયાર છે

  • Share this:
ઇસરો (ISRO)ના ચંદ્રયાન-2 (Chandrayaan-2)ના લૅન્ડર 'વિક્રમ' શનિવાર સવારે ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સોફ્ટ લૅન્ડિંગ કરવા માટે તૈયાર છે. ભારતનું આ બીજું ચંદ્ર મિશન (Mission Moon) તે દક્ષિણ ધ્રુવ પર પ્રકાશ પાડશે જ્યાં હજુ સુધી કોઈ પણ દેશની નજર નથી ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), લગભગ 70 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે ઇસરોના બેંગલુરુ કેન્દ્રમાં તેને લાઇવ જોશે. તેની સાથે અમેરિકન એજન્સી નાસા સહિત તમામ દુનિયાની નજર આ અભિયાન પર ટકેલી છે. લૅન્ડર વિક્રમમાં ત્રણથી ચાર કેમેરા અને સેન્સર સહિત તમા એવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી તેને કોઈ પણ પ્રકારના નુકસાન નહીં થાય.

ચંદ્ર પર ઉતર્યા બાદ વિક્રમના અંદરથી રોવર પ્રજ્ઞાન બહાર આવશે અને સવારે 5:30 વાગ્યાથી સાડા 6 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરશે. પ્રજ્ઞાન રોવર 14 દિવસો સુધી ચંદ્રની સપાટી પર રહીને વૈજ્ઞાનિકોને ચંદ્રની તસવીરો અને ત્યાંની સ્થિતિ વિશે જાણકારી આપતું રહેશે.

રાત્રે 1:40 મિનિટથી 1:55 મિનિટ સુધી શું થશે?

7 સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે 1:40 વાગ્યે વિક્રમની પાવર સિસ્ટમ એક્ટિવ થઈ જશે. વિક્રમ ચંદ્રની સપાટીથી બિલકુલ સીધું થઈ જશે. વિક્રમ પોતાના ઓનબોર્ડ કેમેરાથી ચંદ્રની સપાટીની તસવીરો લેવાનું શરૂ કરશે. વિક્રમ પોતાની ખેંચેલી તસવીરોને ધરતીથી લઈને ચંદ્રની સપાટીની બીજી તસવીરો સાથે મેળવવાથી જાણવાનો પ્રયાસ કરશે કે લેન્ડિંગનું યોગ્ય સ્થાન કયું હેશ. ઇસરોના એન્જિનિયરોએ લેન્ડિંગવાળા સ્થળ નિશ્ચિત કરી લીધું છે. સમગ્ર પ્રયાસ ચંદ્રયાનને તે સ્થળે ઉતારવાનો હશે. લેન્ડિંગની સપાટી 12 ડિગ્રીથી વધુ ઉબડ-ખાબડ ન હોવી જોઈએ. જેથી યાનમાં કોઈ પ્રકારની ગડબડ ન થાય. એક વાર વિક્રમ લેન્ડિંગના સ્થળની ઓળખ કરી લેશે, ત્યારબાદ સોફ્ટ લોન્ચની તૈયારી થશે. તેમાં લગભગ 15 મિનિટ લાગશે. આ 15 મિનિટ મિશનની સફળતાનો ઈતિહાસ લખશે.

આ પણ વાંચો, જ્યારે મુંબઈના 40 માળના બિલ્ડિંગ પરથી વહેવા લાગ્યું 'ઝરણું'

ચંદ્રયાન-2નું રોવર પ્રજ્ઞાન


નેશનલ જિઓગ્રાફી લાઇવ પ્રસારણ કરશે

નેશનલ જિઓગ્રાફીએ મંગળવારે જાહેર કર્યુ છે કે તેઓ પોતાના દર્શકોને જીવનમાં માત્ર એક વાર થનારા ઐતિહાસિક અનુભવ ચંદ્રયાન-2ની લેન્ડિંગનું એક્સક્લૂસિવ લાઇવ પ્રસારણ કરીને દર્શાવશે. આ શોનું પ્રસારણ 6 સપ્ટેમ્બરે જિઓગ્રાફી ચેનલ અને હોટસ્ટાર પર રાત્રે 11:30થી કરવામાં આવશે. તેને હોટસ્ટાર યૂઝર જોઈ શકશે.

આવું કરનારો દુનિયાનો પહેલો દેશ બનશે ભારત

ઇસરો જો સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળશ. તો રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત એવું કરનારો દુનિયાનો ચોથો તથા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં પહોંચનારો દુનિયાનો પહેલો દેશ બની જશે. અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે, ચંદ્રયાન-2 લેન્ડર અને રોવરને લગભગ 70 ડિગ્રી દક્ષિણ અક્ષાંશમાં બે ખાડા મેંજિનસ સી અને સિંપેલિયસ એનની વચ્ચે એક ઊંચા મેદાન જેવા વિસ્તારમાં ઉતારવાનો પ્રયાસ કરશે.

ચંદ્રયાન-2નું ઓર્બિટર એક વર્ષ ચંદ્ર પર રહી શકશે

ચંદ્રયાન-2ના ઓર્બિટરનો જીવનકાળ એક વર્ષનો છે. આ દરિયાન તે ચંદ્રની સતત પરિક્રમ કરી તેની જાણકારી પૃથ્વી પર ઇસરોના વૈજ્ઞાનિકોને મોકલતું રહેશે. બીજી તરફ, રોવર પ્રજ્ઞાનનો જીવનકાળ એક ચંદ્ર દિવસ એટલે કે 14 દિવસ જેટલો છે. આ દરમિયાન તે વૈજ્ઞાનિક પ્રયોગ કરી તેની જાણકારી ઇસરોને મોકલશે.

આ પણ વાંચો, કાશ્મીર ઘાટીમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની પોલ ખોલી
First published: September 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading