જેલમાંથી બહાર આવ્યા બાદ હિસ્ટ્રીશીટરે કરી આત્મહત્યા, માથે હતા 10 ગુનાઓ, બે પુત્રીઓએ ગુમાવી પિતાની છાયા

News18 Gujarati
Updated: October 23, 2020, 11:44 PM IST
જેલમાંથી બહાર આવ્યા બાદ હિસ્ટ્રીશીટરે કરી આત્મહત્યા, માથે હતા 10 ગુનાઓ, બે પુત્રીઓએ ગુમાવી પિતાની છાયા
પ્રતિકાત્મક તસવીર

મૃતક અપહરણના કેસમાં સપ્તાહ પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યો હતો. તેની સામે 10 ફરિયાદો નોંધાઈ છે.

  • Share this:
બાંદાઃ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં હિસ્ટ્રીશીટરે ફાંસી લગાવીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. હિસ્ટ્રીશીટરના (History sheeter) મોત બાદ પરિવારમાં શોકનો માહોલ થયો હતો. મૃતક ઉપર ચિત્રકૂટ અને બાંદા જનપદમાં 10 ગુનાઓ કેસ નોંધાય છે. એક અન્ય ઘટનામાં યુવતીઓએ ફાંસી લગાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હિસ્ટ્રીશીટર સપ્તાહ પહેલા જ અપહરણના ગુનામાં જેલમાંથી બહાર આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે બાંદા જિલ્લામાં કેદારનાથના 45 વર્ષીય પુત્ર સૌરભ શુક્લાએ સીલિંગ ફેનમાં સાફો બાંધીને ફાંસી લગાવી લીધી હતી. ગુરુવારે સવારે પત્નીએ પડોશીઓની મદદથી દવાજો તોડીને જોયું તો સૌરભની લાશ લટકતી હતી. જેના પગલે પત્નીએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવીને લાશને ફંદામાંથી નીચે ઉતારી હતી.

ત્યારબાદ લાશનું પંચનામું કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતકની પત્ની રાનીએ પોલીસને જણાવ્યું હતું કે, રાત્રે જમ્યા બાદ તેનો પતિ ઊંઘવા માટે જતો રહ્યો હતો. જોકે, પોલીસે રાત્રે પત્ની સાથે ઝઘડો થવાની વાત જણાવી રહી છે.

આ પણ વાંચોઃ-જામનગર: ધોરણ 10 પાસ બોગસ ડોક્ટરને પકડ્યો, જનરલ સ્ટોરની આડમાં દર્દીઓને આપતો હતો દવાઓ

મૃતક બે ભાઈઓમાં બીજા નંબરનો હતો. તેમની બે પુત્રીઓ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અપહરણના કેસમાં સપ્તાહ પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યો હતો. તેની સામે 10 ફરિયાદો નોંધાઈ છે.

બીજી તરફ પોલીસ વિસ્તારમાં ભગ્ગુના પુરવામાં 26 વર્ષીય કંચને અજ્ઞાત કારણો સર ગુરુવારે મોડી સાંજે ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પતિની નજર પડતા તેને ફંદામાંથી ઉતારીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. ત્યારબાદ જિલ્લા હોસ્પિટલ રિફર કરાઈ હતી.આ પણ વાંચોઃ-ધો.12 પાસ 20 વર્ષનો ભેજાબાજ ઝડપાયો, માત્ર પુરુષોને આવી રીતે શિકાર બનાવી 23 લાખ રૂપિયા ભેગા કર્યા

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! મહિલા હોમગાર્ડે પડોશી યુવતીને રાત્રે ઘરે બોલાવી, પત્ની સામે જ પતિએ આચર્યું દુષ્કર્મ

ઉજ્જૈનમાં બે સગા ભાઈઓએ વારા ફરથી આત્મહત્યા કરી હતી
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં (Ujjain in Madhya Pradesh) પણ દિલ્હીના બુરાડી (Delhi buradi case) જેવી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના બે સગા ભાઈઓએ વારા ફરથી આત્મહત્યા કરી લીધી હતી. મોટાભાઈના મોત બાદ નાના ભાઈએ ત્યાં જઈને આત્મહત્યા કરી જ્યાં મોટાભાઈએ પોતાનો જીવ આપ્યો હતો. હવે બંને ભાઈઓની આત્મહત્યાના (two brother suicide) કેસમાં કુંડળી કનેક્શન (kundali connection) બહાર આવ્યું છે. ઘટના શહેરની સાંઈધામ કોલોની છે.ત્રણ દિવસની અંદર પરિવારના બે સભ્યોએ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસ દેવું, છેતરપિંડી અને માનસિક તણાવની સાથે સાથે અંધવિશ્વાસ સાથે જોડાયેલો છે. અહીં રહેનારા દવાની દુકાન સંચાલક અને જ્યોતિષ 48 વર્ષીય પ્રવિણ ચૌહાણ10 ઓક્ટોબરે નૃસિંહ ઘાટ પુરથી નદીમાં ઝંપવાલીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારબાદ સોમવારે 12 ઓક્ટોબરે પ્રવિણના નાના ભાઈ 38 વર્ષીય પીયુષે પણ આ જ પૂલ ઉપરથી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.
Published by: ankit patel
First published: October 23, 2020, 11:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading