Home /News /national-international /રાજ્ય કક્ષાનો કબડ્ડી ખેલાડી 700 ઈંજેક્શન ડ્રગ્સ સાથે ઝડપાયો, આખી ટુર્નામેન્ટમાં નશીલા દ્રવ્યો પહોંચાડવાનો કારસો
રાજ્ય કક્ષાનો કબડ્ડી ખેલાડી 700 ઈંજેક્શન ડ્રગ્સ સાથે ઝડપાયો, આખી ટુર્નામેન્ટમાં નશીલા દ્રવ્યો પહોંચાડવાનો કારસો
hisar drugs siezed
એન્ટિ નાર્કોટીક્સ સેલની ટીમ દ્વારા એક ડ્રગ્સના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક કબડ્ડી ખેલાડી પોતાની કારના બોક્સમાં નશીલા દ્રવ્યો ભરીને અમૃતસર ટુર્નામેન્ટમાં જઇ રહ્યો હતો.
પોલીસે ગુરુવારે સીલિંગ અભિયાન અંતર્ગત 500 નશીલા દ્રવ્યોના ઈંજેક્શન સાથે એક રાજ્ય સ્તરના કબડ્ડી ખેલાડીની ધરપકડ કરી હતી. ખેલાડીની ઓળખ રોહતકના ગામ મદીનાના નિવાસી નામે અજય તરીકે કરવામાં આવી છે. એન્ટિ નાર્કોટીક્સ સેલની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખેલાડી પોતાની કારના બોક્સમાં નશીલા દ્રવ્યો ભરીને અમૃતસર જઇ રહ્યો હતો.
પોલીસની પૂછપરછમાં અજયે જણાવ્યુ હતું કે તે અમૃતસરમાં થનારી કબડ્ડી ટુર્નામેન્ટ માટે ઈંજેક્શનોની સપ્લાય કરવામાં આવનાર હતી. પોલીસે હવે અહીં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ખેલાડી નશાના ઈંજેક્શન કઈ જગ્યાએથી લાવ્યા હતા. અને કોને કોને આગળ સપ્લાય કરવાના હતા. પોલીસ આ ખેલાડી મારફતે સપ્લાયર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
ધરપકડ કોની કરવામાં આવી?
હાંસી પોલીસે ગુરુવારે એડીજીપી શ્રીકાંત જાધવના આદેશ પર સીલિંગ ઝુંબેશ હાથ ધરી હતી. ઝુંબેશ અંતર્ગત આખા જિલ્લામાં નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે
બાતમી કેવી રીતે મળી?
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમને બાતમી મળી હતી કે રોહતક તરફથી એક વાહન આવી રહ્યું છે અને આ એક કાર છે જે કારમાં ડ્રગ્સ આવી રહ્યું છે. આ બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમે હાંસી ડેટા રોડ પર જગ્ગા બડા માઈનોર બ્રિજ પર શંકાના આધારે વાહનને રોકીને તેની તપાસ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર