Selfie લેવાના બહાને પત્નીને નહેર કિનારે લઈ ગયો પતિ, પછી મારી દીધો ધક્કો

News18 Gujarati
Updated: December 19, 2019, 3:45 PM IST
Selfie લેવાના બહાને પત્નીને નહેર કિનારે લઈ ગયો પતિ, પછી મારી દીધો ધક્કો
પ્રતીકાત્મક તસવીર

મંદિરે દર્શન કર્યા પછી સેલ્ફી લેવાના બહાને પત્નીને નહેર કિનારે લઈ જઈને પતિએ ધક્કો મારી દીધો, પણ આ રીતે બચ્યો જીવ

  • Share this:
હિસાર : નારનૌંદના મદનપુર ગામમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના જ પતિ (Husband) પર નહેરમાં ધકેલી દેવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ તેની સેલ્ફી (Selfie) લેવાના બહાને નહેરની પાસે લઈ ગયો અને ધક્કો મારી દીધો. તે સમયે જ ત્યાંથી પસાર થઈ રહેલા એક શખ્સે નહેરમાં કૂદીને તેનો જીવ બચાવ્યો.

પીડિત મહિલા દિલ્હીના મદનપુરાની રહેવાસી છે અને તેના લગ્ન હરિયાણાના જીંદ જિલ્લાના અમિતની સાથે 2018માં થયા હતા. તેનો પતિ માતાના મંદિરે દર્શન કરવા માટે પોતાની સાથે લઈને ગયો હતો. મંદિરમાં દર્શન કર્યા બાદ પરત આવતી વખતે તેના પતિએ ભાખડા નહેરની હિસાર બ્રાન્ચ નહેરના પુલ પર બાઇક રોકી લીધી અને ફોટો ખેંચવાની વાત કહી.

પતિએ ફોટો પાડવાના બહાને પત્નીને નહેરમાં ધકેલી દીધી

તેણે પોતાની પત્નીને નહેરના કિનારે ઊભા કરીને ફોટો ખેંચાવવા માટે કહ્યું. ત્યારે અચાનક તેણે પોતાની પત્નીને નહેરમાં ધક્કો મારીને તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો. પત્નીને ધક્કો માર્યા બાદ આરોપી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો. પત્નીના નસીબ સારા હતા કે તે સમયે જ ત્યાંથી પસાર થઈ રહેલા એક શખ્સે તેનો જીવ બચાવી લીધો. ત્યારબાદ પીડિત પત્ની પોલીસ સ્ટેશન પહોંચી.

આ પણ વાંચો, કૉલેજ જઈ રહેલી યુવતી પર ઍસિડ ફેંકાયો, ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ

આરોપી પતિની શોધમાં લાગી પોલીસપોલીસ અધિકારીએ મામલાની જાણકારી આપતાં જણાવ્યું કે, મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેને નહેરમાં ધકેલીને મારવાનો પ્રયાસ કર્યો. મહિલાની ફરિયાદ પર મામલો નોંધી આરોપી પતિની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે, ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.

આ પણ વાંચો, ભાડે રહેતાં બે યુવકોની ગોળી મારીને હત્યા, મકાન માલિક દૃશ્ય જોઈ ધ્રૂજી ગયો
First published: December 19, 2019, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading