Home /News /national-international /Raj thackeray: શું 'શિવસેનાના હિન્દુત્વ'ને પચાવી જશે રાજ ઠાકરે? તૈયારી તો આવી જ છે MNS ચીફની
Raj thackeray: શું 'શિવસેનાના હિન્દુત્વ'ને પચાવી જશે રાજ ઠાકરે? તૈયારી તો આવી જ છે MNS ચીફની
રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાની તૈયારી પણ કરી રહ્યા છે
Hindutva Row Raj Thackery Shiv Sena - મનસેના વડા રાજ ઠાકરેને પણ પોતાનો ધ્યેય પૂરો કરવાની તક મળી છે. ત્યારે શું તેઓ 'શિવસેનાનું હિન્દુત્વ' પચાવી શકશે કે કેમ એવો સવાલ ઊભો થયો છે
મુંબઈ : આ વાત હિન્દુત્વના (Hindutva) વિચારની નહીં, હિન્દુત્વના પ્રચારની છે. એમાં પણ હિન્દુત્વનો સૌથી મોટો પ્રચારક કોણ છે તે વાત મુખ્ય છે. મહારાષ્ટ્રમાં થોડા સમય પહેલા સુધી શિવસેના (Shivsena) આ મુદ્દો લઈ ચાલતી હતી. જોકે, તેણે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ (Congress)ની સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) આ બાબતે સક્રિય રહેવાના પ્રયત્નો કરે છે. હવે મનસેના વડા રાજ ઠાકરે (MNS Chief Raj Thackery)ને પણ પોતાનો ધ્યેય પૂરો કરવાની તક મળી છે. ત્યારે શું તેઓ 'શિવસેનાનું હિન્દુત્વ' પચાવી શકશે કે કેમ એવો સવાલ ઊભો થયો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી મસ્જિદોના લાઉડ સ્પીકરનો મુદ્દો દેશભરમાં છવાયેલો છે. આ મુદ્દો રાજ ઠાકરેએ ઉઠાવ્યો છે. શિવસેના મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહી હોવાથી તે કોઈ એક પક્ષ સાથે ઉભી રહી શકે તેમ નથી. બંધારણે 'સરકાર'ને બિનસાંપ્રદાયિક રહેવાની ચેતવણી આપી છે. બીજી તરફ રાજકારણે વિચારધારા સાથે સમાધાન કરવા પર લગામ મૂકી છે. જો શિવસેના ખુલ્લેઆમ પોતાના જૂના વિચાર પર પાછી ફરશે તો કોંગ્રેસ અને NCP તેને આપેલો ટેકો પાછો ખેંચી લેશે. જેથી ખૂબ મહેનત બાદ બનાવેલી સરકાર પડી ભાંગશે. એટલે હવે રાજ ઠાકરે આ પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની તૈયારીમાં છે.
પોતાની કવાયતના ભાગરૂપે રાજ ઠાકરેએ 1 મેના રોજ ઔરંગાબાદમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમાં તેમણે ચેતવણીના સ્વરે કહ્યું, અત્યારે નહીં, ક્યારેય નહીં. 3 મે સુધીમાં તમામ લાઉડ સ્પીકરો દૂર કરવા આવશ્યક છે. રમઝાન, ઈદ પછી તરત જ નહીંતર, 4 મે પછી હું કોઈની વાત નહીં સાંભળું. મસ્જિદોની બહાર, બધા હિન્દુઓ બમણા વોલ્યુમમાં હનુમાન ચાલીસા વગાડશે. જો સરકાર મારી ચેતવણીને હળવાશથી લેશે અને 3 મે સુધીમાં તમામ જગ્યાએથી લાઉડ સ્પીકરો દૂર નહીં કરે તો તે પછી જે પરિણામ આવશે તેની જવાબદારી મારી નહીં હોય.
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, હું ઇચ્છું છું કે, તમામ ધાર્મિક સ્થળોએથી લાઉડસ્પીકર દૂર કરવામાં આવે. પણ તેનો પ્રારંભ મસ્જિદોથી થવો જોઈએ. લાઉડસ્પીકરનો મુદ્દો કોઈ ધર્મ સાથે સંબંધિત નથી. આ સામાજિક મુદ્દો છે. પરંતુ જો તેને ધર્મ સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો હિંદુઓ પણ ધાર્મિક આધારે જ તેનો જવાબ આપશે. અહીં ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાની તૈયારી પણ કરી રહ્યા છે. ત્યાં તેઓ જન્મભૂમિ સંકુલમાં રામલલ્લાના દર્શન કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર