Home /News /national-international /

હિંદુત્વવાદી સેક્યુલર પાર્ટીઓ દંભી સેક્યુલર પાર્ટીઓ સામે મોરચો માંડશે: ફડણવીસ

હિંદુત્વવાદી સેક્યુલર પાર્ટીઓ દંભી સેક્યુલર પાર્ટીઓ સામે મોરચો માંડશે: ફડણવીસ

  મુંબઇ: મહારાષ્ટ્રના મુંખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'દંભી સેક્યુલર પાર્ટીઓ સામે મોરચો માંડવા સેક્યુલર પણ હિંન્દુત્વવાદી પાર્ટીઓ ભેગી થશે. આ દ્વારા તેમણે એવો સંકેત આપ્યો હતો કે, આવનારી 2019ની લોકસભાની ચૂંટણી ભાજપ અને શિવસેના ભેગા મળી લડશે.

  ફડણવીસે જણાવ્યું કે, શિવસેના પાર્ટીના મોભી ભલે ઉદ્ધવ ઠાકરે હોય પણ તે બાલા સાહેબ ઠાકરેના આદર્શો પર ચાલે છે. વર્તમાન પરિસ્થિતિને જોતા હું એવું કહી શકું કે, સેક્યુલર એવી હિંદુત્વવાદી પાર્ટીઓ એકઠી મળી અને દંભી સેક્યુલર પાર્ટીઓ સામે મોરચો માંડશે. આ વિચાર બાલા સાહેબ ઠાકરેનો હતો.

  ફડણવીસે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આ વાત કરી હતી. શિવસેનાના રાજયસભાના સભ્યઅને શિવસેનાના મુખપત્ર 'સામના' ના તંત્રી સંજય રાઉતે ફડણવીસનો ઇન્ટરવ્યુ લીધો હતો અને પુછ્યુ હતુ કે, જ્યારે તેમને એ ખબર નથી કે, રાષ્ટ્રિય સ્વંયમસેવક સંઘ શુ કરવાનો છે તો પછી શિવસેનાના ભવિષ્યના પ્લાન વિશે કેવી રીતે કહી શકે ?". ફડણવીસે જવાબ આપતાં કહ્યું કે, શિવસેના એ રાજકીય પક્ષ છે અને એટલે તેનાં હવે પછીના આયોજનને કળી શકવુ સહેલું છે.

  રાઉતે જ્યારે એમ પૂછ્યુ કે, 2014માં ભાજપે જ્યારે શિવસેના સાથે છેડો ફાડ્યો ત્યારે તે કેમ બાલા સાહેબ ઠાકરેની હિંદુત્વ વિચારધારાને ભૂલી ગઇ હતી? આ પ્રશ્નના જવાબમાં ફડણવીસે કહ્યું કે, એ માટે શિવસેનાનું જક્કી વલણ જવાબદાર છે. અમે શિવસેનાને 147 બેઠકોની ઓફર કરી હતી પણ શિવસેના 151 બેઠકોની માંગણી લઇને બેઠી હતી. જો તેમે અમારી ઓફર સ્વીકારી હોત તો, શિવસેના ભાજપ કરતા વધારે બેઠકો મેળવત અને કદાચ ઉદ્ધવજી અથવા તમે મુંખ્યમંત્રી બની શક્યા હોત".

  મહારાષ્ટ્ર સરકાર નરેન્દ્ર મોદી અને અમિત શાહના રિમોટ કંન્ટ્રોલથી ચાલે છે એવા આરોપો નકારતા ફડણવીસે જણાવ્યું કે, મોદીએ કહ્યું છે કે, લોકપ્રિય હોય એવા પગલા લેવા નહીં અને એવી જાહેરાતો ન કરવી કે જે પૂરી ન કરી શકીએ''.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: 2019 polls, Alliance, Devendra Fadnavis

  આગામી સમાચાર