Home /News /national-international /

અયોધ્યામાં રામમંદિર મુદ્દે હિંદુઓ ધીરજ ગુમાવી રહ્યા છે: ભાજપનાં નેતા બોલ્યા

અયોધ્યામાં રામમંદિર મુદ્દે હિંદુઓ ધીરજ ગુમાવી રહ્યા છે: ભાજપનાં નેતા બોલ્યા

ગિરિરાજ સિંહ (ફાઇલ તસવીર)

અલ્હાબાદ હાઇકોર્ટે અયોધ્યા કેસ મામલે આપેલા ચુકાદાની સામે 14 જટેલી અરજીઓ થઇ છે. સુપ્રિમ કોર્ટ આ કેસની સુનાવણી જાન્યુઆરથી શરૂ કરશે

    કેન્દ્રિય મંત્રી ગિરીરાજસિંઘે વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે અને કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનાવવા મુદ્દે હિંદુઓ ધીરજ ગુમારી રહ્યા છે. મને શંકા છે કે, હવે પછી શું થશે?

    ભારતીય જનતા પાર્ટીના નેતા ગિરારાજસિંઘનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રિમ કોર્ટે અયોધ્યાની આ ભૂમિક મામલે કેસની સુનાવણી જાન્યુઆરીનાં પહેલા અઠવાડિયે શરૂ થશે. સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ કહ્યું કે, જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બેન્ચ નક્કી કરશે કે અયોધ્યા કેસની સુનાવણી કેવી રીતે આગળ વધશે.

    મહત્વની વાત એ છે કે, આગામી વર્ષ એટલે કે 2019નાં વર્ષમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. આ સમયે સંઘ પરિવાર, વિશ્વ હિંદુ પરિષદ સહિત અનેક હિંદુવાદી સંગઠનો સરકાર પર દબાણ લાવી રહ્યા છે કે, અયોધ્યામાં મંદિર બને એ માટે ઓર્ડિનન્સ લાવો. મુસ્લિમ નેતા અસાઉદ્દિન ઔવેસીએ ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, ભાજપમાં તાકાત હોય તો, ઓર્ડનન્સ લાવી બતાવે.

    ઔવેસીએ કહ્યું કે, તેમ તેઓ ઓર્ડિનન્સ નથી લાવતા ? દરેક વખતે સંઘ પરિવારના લોકો ધમકી આપે છે કે, અમે મંદિર બનાવીને રહીશું અને ઓર્ડનન્સ લાવીશું. તમે હાલ સત્તા પર છો તો મારી તમને ચેલેન્જ છે કે, તમે એ કરો અને પછી અમે જોઇશું”.

    અલ્હાબાદ હાઇકોર્ટે અયોધ્યા કેસ મામલે આપેલા ચુકાદાની સામે 14 જટેલી અરજીઓ થઇ છે. અલ્હાબાદ હાઇકોર્ટે તેના ચુકાદામાં આ વિવાદિત જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે વહેંચી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Ayodhya Dispute, Supreme Court, ગિરીરાજ સિંહ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन