Home /News /national-international /હિન્દુઓ ક્યારેય રમખાણોમાં સામેલ નથી હોતા, લવ જેહાદ વાસ્તવિકતા છે! શ્રદ્ધા હત્યા કેસ મામલે બોલ્યા CM
હિન્દુઓ ક્યારેય રમખાણોમાં સામેલ નથી હોતા, લવ જેહાદ વાસ્તવિકતા છે! શ્રદ્ધા હત્યા કેસ મામલે બોલ્યા CM
હિમંતા બિસ્વા સરમા
Assam CM Himanta Biswa Sarma On Love Jihad: આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, 'લવ જેહાદ" એ એક "વાસ્તવિકતા" (love jihad is a reality) છે અને શ્રદ્ધા વોકરની હત્યા (Murder of Shraddha Walkar)નો ઉપયોગ મુદ્દાને આગળ વધારવા માટે કર્યો હતો.'
Himanta Biswa Sarma On Shraddha Walker Case: આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા (Assam Chief Minister Himanta Biswa Sarma)એ ગુરુવારે જણાવ્યું હતું કે, હિન્દુઓ મોટા ભાગે કોઇપણ રમખાણોમાં સામેલ હોતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે "લવ જેહાદ" એ એક "વાસ્તવિકતા" (love jihad is a reality) છે અને શ્રદ્ધા વોકરની હત્યા (Murder of Shraddha Walkar)નો ઉપયોગ મુદ્દાને આગળ વધારવા માટે કર્યો હતો. સરમાએ ટિપ્પણી કરી હતી કે આપણે "લવ જેહાદ" (Love Jihad) સામે કડક કાયદાની જરૂર છે. લવ જેહાદ રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી એક વાસ્તવિકતા છે.
“હિન્દુઓ જેહાદમાં માનતા નથી”
લવ જેહાદના અસ્તિત્વનો કેસ દર્શાવતી વખતે તેમણે કહ્યું, "હું આ વાત રાષ્ટ્રીય ભાવનામાં કહું છું.” સરમાએ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુઓ શાંતિપ્રિય છે. "એક સમુદાય તરીકે હિન્દુઓ જેહાદમાં પણ માનતા નથી. હિન્દુ સમુદાય ક્યારેય રમખાણોમાં સામેલ નહીં થાય. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારના કામને કારણે 2022થી ગુજરાતમાં શાંતિ જળવાઈ રહી છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમના કામથી આસામમાં પણ શાંતિ સુનિશ્ચિત થઈ છે.
કાયદા અનુસાર મસ્જિદોનું બુલડોઝરિંગ કર્યું
મસ્જિદોના બુલડોઝરિંગ વિશે પૂછવામાં આવતા સરમાએ ટિપ્પણી કરી હતી કે, ભાજપ સરકારોએ માર્ગ પ્રોજેક્ટ્સ માટે અનેક મંદિરોને પણ દૂર કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, "અમે કાયદા અનુસાર તેમજ આ વિસ્તારના લોકોની સંમતિ અનુસાર આસામના મદરેસાઓને બુલડોઝથી દૂર કર્યા છે."
આપને જણાવી દઇએ કે નેતાજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશભરમાં મુસ્લિમો, દલિતો અને ખ્રિસ્તીઓ પર હુમલા માટે ભારતની ટીકા થઈ રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકાશિત એક અભ્યાસમાં ભારતે 2020માં સામાજિક દુશ્મનાવટ સૂચકાંક (Social Hostilities Index)માં 10 માંથી 9.4 રેટિંગ મેળવ્યું હતું, જે તેના પડોશી પાકિસ્તાન (7.5) અને અફઘાનિસ્તાન (8) કરતા પણ ખરાબ પ્રદર્શન સાબિત થયું છે.
બે સપ્તાહ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, દેશમાં રહેતી દરેક વ્યક્તિ 'હિન્દુ' છે અને તમામ ભારતીયોના ડીએનએ એક સરખા છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈને પણ ધાર્મિક વિધિઓ કરવાની રીત બદલવાની જરૂર નથી.
નોંધનીય છે કે, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કે જેમાંથી આસામના સીએમ પણ સભ્ય છે, તે આરએસએસ સાથે સંકળાયેલા છે. આરએસએસ અને ભાજપ બંનેને દેશનું ધ્રુવીકરણ કરવા અને ભારતમાં લઘુમતીઓના અધિકારો પર તરાપ મારવા બદલ વારંવાર નિંદા કરવામાં આવી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર