Home /News /national-international /હિંદુ ટ્રસ્ટ ફોર જસ્ટિસે હેટ સ્પિચ અંગે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર મૂક્યો આરોપ

હિંદુ ટ્રસ્ટ ફોર જસ્ટિસે હેટ સ્પિચ અંગે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર મૂક્યો આરોપ

હિંદુ ટ્રસ્ટ ફોર જસ્ટિસે હેટ સ્પિચ અંગે સુપ્રીમમાં અરજી

Hate Speech Case: હિંદુ ટ્રસ્ટ ફોર જસ્ટિસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં નફરત ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય સૂચનાઓ જાહેર કરવાની માંગ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, દેશમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, જેના કારણે વસ્તી વિષયક ફેરફારો થઈ શકે છે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે વિનાશક હોઈ શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: હેટ સ્પિચ કેસમાં હિંદુ ટ્રસ્ટ ફોર જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે, ખ્રિસ્તી અને મુસ્લિમ મિશનરીઓ દ્વારા હિન્દુઓનું ધર્માંતરણ કરવા માટે દેશવ્યાપી ચળવળ ચલાવવામાં આવી રહી છે. આવેદનમાં નફરત ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા યોગ્ય સૂચના જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, દેશમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, જેના કારણે વસ્તી વિષયક ફેરફારો થઈ શકે છે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે વિનાશક હોઈ શકે છે.

આ પણ વાંચો: ભડકાઉ ભાષણો આપનારા નેતાઓ સામે SCની લાલ આંખ, ફટકારી નોટિસ

હિંદુ ટ્રસ્ટ ફોર જસ્ટિસે તેની અરજીમાં જણાવ્યું હતું કે, "કેટલાક પ્રસંગોએ મુસ્લિમ ટોળાંએ સરઘસો કાઢ્યા છે, જેમાં તેઓને શિરચ્છેદની (સિર કલમ) માંગણી કરતા સાંભળવામાં આવે છે અને આવા કૉલ્સ પછી શિરચ્છેદની વાસ્તવિક ઘટનાઓ બની છે." આ અરજીમાં 2 ફેબ્રુઆરી, 2023ના એક વાયરલ વીડિયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના સંબંધમાં અરજદારે દાવો કર્યો છે કે, 'આમાં પશ્ચિમ બંગાળના હુગલીના ફુરફુરા શરીફ પીરઝાદા તાહા સિદ્દીકી કથિત રીતે મુસ્લિમોને તેમના બાળકોને હિંદુઓ સામે લડવાનું કહેતા જોવા મળે છે.

પોલીસ-પ્રશાસન પર આક્ષેપો

અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મુસ્લિમો દ્વારા હિંદુઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણની ઘટનાઓ ઝડપથી વધી રહી છે, પરંતુ પોલીસ અસરકારક કાર્યવાહી કરી રહી નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'પોલીસ રાજકીય કારણોસર કે મુસ્લિમ 'મોબ સિસ્ટમ'ના ડરને કારણે ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં સક્ષમ નથી. જોકે પોલીસે અમુક સંજોગોમાં એફઆઈઆર નોંધી છે, તેમ છતાં મુસ્લિમોના એક વર્ગમાં હિંદુઓ વિરુદ્ધ નફરતને રોકવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

સ્ટેન્ડઅપ કોમેડિયનનો પણ ઉલ્લેખ

અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવા ઘણા પ્રસંગો સામે આવ્યા છે જ્યારે સ્ટેન્ડઅપ કોમેડિયનોએ જાણીજોઈને હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મની મજાક ઉડાવી છે. જેમાં સ્ટેન્ડઅપ કોમેડિયનના તાજેતરના વિડિયોનો ઉલ્લેખ કરીને દાવો કરવામાં આવ્યો છે કે, 'ભગવાન રામ અને માતા સીતાની મજાક ઉડાવતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે'.

આ પણ વાંચો: Hate Speech: ધર્મના નામ પર આપણે ક્યાં પોહચી ગયા - હેટ સ્પીચને લઈને સુપ્રીમનું કડક વલણ, જાણો આ 10 વાતો

અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે, આનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે, તેથી આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ખુલ્લેઆમ વાસ્તવિક ગુનાઓ આચરનારાઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવા માટે કોર્ટે યોગ્ય સૂચનાઓ જાહેર કરવા જોઈએ. જેમાં એવી માંગણી કરવામાં આવી છે કે, આવા નિવેદનો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા દ્વેષપૂર્ણ ભાષણોને રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવવા જોઈએ.
First published:

Tags: Hate messages, Politics News, Supreme Court