Home /News /national-international /ઈસ્લામિક રાષ્ટ્રમાં ભવ્ય રામમંદિર! હિન્દુઓને મળી દશેરાની ગિફ્ટ, VIDEO જોઈને અભિભૂત થઈ જશો

ઈસ્લામિક રાષ્ટ્રમાં ભવ્ય રામમંદિર! હિન્દુઓને મળી દશેરાની ગિફ્ટ, VIDEO જોઈને અભિભૂત થઈ જશો

દુબઈમાં ભવ્ય હિન્દુ મંદિર!

DUBAI HINDU TEMPLE: ઈસ્લામિક રાષ્ટ્ર UAEનાં દુબઈમાં આજથી અતિ ભવ્ય હિન્દુ મંદિર સામાન્ય માણસો માટે પણ ખૂલી રહ્યું છે. ગઇકાલે તેનું ઉદ્ઘાટન થયું હતું. જુઓ તેના આ સુંદર ફોટોઝ અને VIDEOS

    દુબઈ: UAEના જેબેલ અલીમાં ભવ્ય હિંદુ મંદિર (hindu temple in dubai) આવેલું છે. આ મંદિર દશેરાના એક દિવસ પહેલા એટલે કે, આજથી ખુલી જશે. ખલીજ ટાઈમ્સ અનુસાર આ નવું મંદિર સિંધી ગુરુ દરબાર મંદિરનો વિસ્તાર છે. જે સંયુક્ત અરબ અમીરાતના સૌથી જુના હિંદુ મંદિરોમાંથી એક છે. અધિકૃત રીતે આ મંદિર 5 ઓક્ટોબરથી સામાન્ય જનતા માટે ખુલી જશે. અનેક દાયકાઓથી ભારતીયોનું સપનું હતું કે, દુબઈમાં પણ પ્રાર્થના કરવા માટે એક જગ્યા હોય.

    " isDesktop="true" id="1260853" >

    દુબઈના જેબેલ અલીમાં ફેબ્રુઆરી 2020માં આ ભવ્ય હિંદુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર દશેરાના એક દિવસ પહેલા ખુલી જતા તમામ ભારતીયોનું આ સપનું પૂર્ણ થઈ જશે. ગલ્ફ ન્યૂઝ અનુસાર અધિકૃત રીતે આ મંદિર ભારતીયો માટે 5 ઓક્ટોબરથી ખુલશે. દુબઈ તમામ ધર્મના લોકોનું સ્વાગત કરે છે. આ નવા વિશાળ મંદિરમાં 16 હિંદુ દેવી અને દેવતાઓની ભવ્ય પ્રતિમા લગાવવામાં આવી છે, જેનાથી શ્રદ્ધાળુઓનું મન પ્રફુલ્લિત થઈ જશે. આ મંદિરમાં હિંદુ ઉપાસક તથા અન્ય પ્રવાસીઓ પ્રવેશ કરી શકશે.



    1 સપ્ટેમ્બર 2022ના રોજ આ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિર સફેદ આરસથી બનેલું છે, હજારો લોકોને મંદિરના અંદરના ભાગની ઝલક જોવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સ્તંભના ઉપરના ભાગ પર અરબી અને હિંદુ ડિઝાઈનની છત અને ઘંટ લગાવવામાં આવી છે. મંદિરના મેનેજેન્ટ વિભાગે સોફ્ટ ઓપનિંગ પર પોતાની વેબસાઈટ પર ક્યૂઆર કોડ આધારિત એપોઈન્ટમેન્ટ બુકિંગ પ્રોસેસ શરૂ કરી દીધી છે.



    મંદિરના ઉદઘાટનના દિવસે હજારો લોકો મંદિર જોવા માટે ઉમટી પડ્યા હતા. વીકેન્ડમાં હજારો લોકોની ભીડ જોવા મળી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા માટે એન્ટ્રી માટે ક્યૂઆર કોડથી એપોઈન્ટમેન્ટ લેવાની રહે છે.



    દુબઈમાં આવેલ આ હિંદુ મંદિરમાં મોટાભાગના દેવી દેવતાઓની પ્રતિમા મુખ્ય પ્રાર્થના કક્ષમાં સ્થાપિત કરવામાં આવી છે. જેમાં મોટું 3D ગુલાબી કમળ છે, જે મંદિરના કંદ્રયુક્ત ગુંબદ પર જોવા મળી રહ્યું છે.

    આ પણ વાંચો: દશેરાના દિવસે કરો આ ચીજોનું ગુપ્ત દાન, લક્ષ્મી દેવી થશે પ્રસન્ન, ધનસંપત્તિની થશે રેલમછેલ

    મંદિરની અધિકૃત વેબસાઈટ અનુસાર મંદિર જવા માટે એક પોલિસી બનાવી છે. દર કલાકે માત્ર સીમિત લોકોને જ મંદિરમાં પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવશેય



    આ ભવ્ય મંદિરમાં દરરોજ એક હજારથી 1,200 શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન અને પૂજા અર્ચના કરી શકશે.



    દુબઈમાં આવેલ જેબેલ અલીને પૂજાના ગામ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં મંદિર, ચર્ચ અને ગુરુદ્વારા આવેલા છે. ઓગસ્ટ મહિનામાં શીખના પવિત્ર ગુરુગ્રંથ સાબિતને પણ સ્થાપિત કરવામાં આવ્યો છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Dharma, Dubai, Hindu Temple, ધર્મ

    विज्ञापन
    विज्ञापन