વારાણસી : જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં સર્વેનું (Gyanvapi Mosque Survey)કામ સોમવારે ત્રીજા દિવસે પણ ચાલું રહ્યું હતું. આ દરમિયાન પરિસરની બહાર નીકળેલા સર્વે ટીમમાં સામેલ સોહનલાલ આર્યએ (sohan lal arya)મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સર્વેમાં બાબા મળી ગયા છે. તેમણે દાવો કર્યો કે ગુંબદ, દીવાલ અને ફર્શના સર્વે દરમિયાન ઘણી સાબિતી દબાયેલી મળી આવી હતી. તેમણે એ પણ કહ્યું કે જ્ઞાનવાપી પરિસરની (Gyanvapi Mosque)અંદર તળાવમાં શિવલિંગ પણ મળ્યું છે. આ કેટલું મોટું શિવલિંગ છે તે વાતનો ખુલાસો તેમણે કર્યો નથી. ચોપાઇના માધ્યમથી સોહનલાલે મોટો દાવો કરતા કહ્યું કે જિન ખોજા તિન પાઇયા....બાબા મળી ગયા.
આ દરમિયાન સૂત્રોના હવાલાથી સમાચાર છે કે સર્વેમાં સામેલ એક સદસ્ય વરિષ્ઠ પત્રકાર ડો. રામપ્રસાદ સિંહને જ્ઞાનવાપી પરિસરમાં જવાથી પોલીસે રોકી દીધા હતા. થોડાક સમય બેસાડ્યા પછી તેમને છોડી દીધા હતા. સર્વેની જાણકારી લીક કરવાના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વાદી પક્ષના અધિવક્તા વિષ્ણુ જૈન અસ્વસ્થ હોવાથી પહેલા જ નીકળી ગયા હતા.
સૂત્રોના મતે આજે અંદર એક ભાગમાં જમા કાટમાળ અને પાણી કાઢીને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. જ્ઞાનવાપીના ગુંબદની આજે ફરી વીડિયોગ્રાફી થઇ હતી. હાઇ લેંસ કેમેરાથી ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે કોર્ટના આદેશ પછી શનિવાર અને રવિવારે ચાર-ચાર કલાકમાં 80 થી 85 ટકા સર્વે થયો હતો. 17 મે ના રોજ સર્વેનો રિપોર્ટ વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ મામલે યૂપીના પ્રમુખ સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં ચાલી રહેલા સર્વેની જાણકારી સીએમ યોગી આદિત્યનાથને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ કાશી વિશ્વનાથ ધામની નજીક આવેલી છે. અહીંની એક વારાણસી કોર્ટ તેની બહારની દિવાલો પરની મૂર્તિઓ સામે દરરોજ પ્રાર્થના કરવાની પરવાનગી માંગતી પાંચ મહિલાઓના સમૂહની અરજી પર સુનાવણી કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને સિવિલ કોર્ટના જજ (સીનિયર ડિવિઝન) દિવાકરે સમગ્ર મસ્જિદ પરિસરની વીડિયોગ્રાફી કરીને 17 મે સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર