બાંગ્લાદેશમાં ફરી હિંદુ ધર્મસ્થાન પર હુમલો, ઇસ્કોન મંદિરમાં તોડફોડ, શ્રદ્ધાળુની હાલત ગંભીર

હિંદુ ધર્મસ્થાનો પર હિંસાના સિલસિલાનો તાજો શિકાર ઇસ્કોન મંદિર બન્યું. (ફોટો- Twitter/iskon)

Bangladesh Violence: બાંગ્લાદેશમાં કેટલાક સ્થળો પર દુર્ગા પૂજા પંડાલ પર હુમલાના સમાચારો આવ્યા હતા. કહેવાય છે કે સોશ્યલ મીડિયા પર આ વાત ફેલાઈ ગઈ હતી કે કોમિલા શહેરમાં નનુઆર દિધી તળાવ પાસે દુર્ગા પૂજા પંડાલમાં કથિત રૂપે કુરાનનું અપમાન કરવામાં આવ્યું હતું.

  • Share this:
    ઢાકા. બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર હુમલા ચાલુ છે. શુક્રવારે નોઆ ખાલી (Noakhali) વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર (ISKON)માં ભીડ દ્વારા કથિત રૂપે શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો અને ભારે તોડફોડ કરવામાં આવી. આ વાતની જાણકારી ઇસ્કોન દ્વારા ટ્વીટના માધ્યમથી આપવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓની હાલત ગંભીર છે અને સાથે મંદિરને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે કોમિલા વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસાના સમાચારો સામે આવ્યા હતા.

    ઇસ્કોને ટ્વીટ કરી છે કે, ‘બાંગ્લાદેશના નોઆખાલીમાં ઇસ્કોન મંદિર અને શ્રદ્ધાળુઓ પર હિંસાત્મક હુમલો કરવામાં આવ્યો. મંદિરને ભારે નુકસાન પહોંચ્યું છે અને એક શ્રદ્ધાળુની હાલત ગંભીર છે.’ મંદિરે બાંગ્લાદેશ સરકારને ન્યાય આપવા અને બધા હિન્દુઓની સુરક્ષાની અપીલ કરી છે. ગુરુવારે જ શેખ હસીનાએ કહ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    આ અઠવાડિયે બાંગ્લાદેશમાં કેટલાંય સ્થળો પર દુર્ગા પૂજા પંડાલને નિશાના બનાવાના સમાચારો આવ્યા હતા. કહેવાય છે કે સોશ્યલ મીડિયા પર આ વાત ફેલાઈ ગઈ હતી કે કોમિલા શહેરમાં નનુઆર દિધી તળાવ પાસે દુર્ગા પૂજા પંડાલમાં કથિત રૂપે કુરાનનું અપમાન કરવામાં આવ્યું હતું અને તેના પછી જ હિંસા ભડકી હતી. હિંદુ ધર્મસ્થાનોમાં હિંસાના સિલસિલાનો તાજો શિકાર ઇસ્કોન મંદિર બન્યું.

    કોમિલાની હિંસા બાદ ચાંદપુરના હાજીગંજ, ચંટગાંવના બંશખલી અને કોક્સ બજારના પેકુઆમાં તોડ-ફોડની ઘટનાઓ નોંધાઈ હતી. રિપોર્ટ્સ મુજબ, આ હિંસાઓમાં લોકોના મર્યા અને ઘાયલ થયા બાદ 22 જિલ્લામાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, બાંગ્લાદેશ સરકારે તત્કાળ પ્રતિક્રિયા આપી હતી, એ સુનિશ્ચિત કરવા માટે કે પરિસ્થિતિ નિયંત્રણમાં હોય.



    સમાચાર એજન્સી એએનઆઈએ (ANI) સ્થાનિક મીડિયા રિપોર્ટને ટાંકીને લખ્યું કે, નોઆખલી જિલ્લાના બેગમગંજ ઉપજિલ્લામા થયેલા એક હુમલામા ઓછામાં ઓછા 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો 18 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ મુજબ, ઉપદ્રવીઓએ જ્યારે રેલી કાઢી ત્યારે બેગમગંજ ઉપજિલ્લાના એક વિસ્તારમાં હુમલો કર્યો. નોઆખલીમા પોલિસ અધિકારી મોહમ્મદ શાહ ઈમરાને જાણકારી આપી કે મૃતકની ઓળખ 42 વર્ષીય જતન કુમાર સાહા તરીકે થઈ છે.
    Published by:Nirali Dave
    First published: