હત્યાના એક દિવસ પહેલા કમલેશ તિવારીએ ટ્વિટર પર શેર કરી હતી 16 મસ્જિદોની યાદી

News18 Gujarati
Updated: October 19, 2019, 10:50 AM IST
હત્યાના એક દિવસ પહેલા કમલેશ તિવારીએ ટ્વિટર પર શેર કરી હતી 16 મસ્જિદોની યાદી
કમલેશ તિવારી. (ફાઇલ તસવીર)

હિન્દુ સમાજ પાર્ટી (Hindu Samaj Party) ના નેતા કમલેશ તિવારી (Kamlesh Tiwari) ની હત્યા (Murder)પછી સોશિયલ મીડિયા (Social Media) પર આ યાદીને ખૂબ શેર (Share) કરવામાં આવી રહી છે.

  • Share this:
નવી દિલ્હી : હત્યાના એક દિવસ પહેલા એટલે કે 17 ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટી (Hindu Samaj Party)ના કમલેશ તિવારી (Kamlesh Tiwari)એ ટ્વિટર પર એક યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મસ્જિદો (Mosque) છે. આ યાદીમાં મસ્જિદોની બરાબર સામે મંદિરો (Temple)ના પણ નામો આપવામાં આવ્યા છે. સાથે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ મસ્જિદો કયા શહેરમાં આવી છે.

યાદી જાહેર કરવા પાછળનો ઉદેશ્ય

કમલેશ તિવારીએ પોતાની હત્યા પહેલા જાહેર કરેલી યાદીમાં 16 મસ્જિદોના નામ ગણાવ્યા છે. તેમની સામે જ મંદિરોના નામ લખીને કહેવામાં આવ્યું છે કે આ મસ્જિદો મંદીરોને તોડીને બનાવવામાં આવી છે. યાદીમાં છઠ્ઠા નંબર પર અયોધ્યાના રામ મંદિરનો ઉલ્લેખ છે. જ્યારે બીજા નંબર પર વારાણસીનું જ્ઞાનવાપી અને આલમગીર મસ્જિદનો ઉલ્લેખ છે. યાદીમાં સૌથી અંતમાં 16માં નંબર પર મથુરાની ઇદગાહ વિશે લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : હિન્દુ સમાજ પાર્ટીનાં કમલેશ તિવારીની હત્યામાં સુરતથી 3 લોકોની ધરપકડ, હત્યાનું કારણ આવ્યું સામે

યાદી સાથે સંદેશ આપવામાં આવ્યો

કમલેશ તિવારીએ ટ્વિટર પર યાદી જાહેર કરતા એક સંદેશ પણ લખ્યો છે. પ્રથમ સંદેશમાં લખવામાં આવ્યું છે કે, "શ્રીરામ મંદિર સાથે અનેક મંદિરોનું પુનઃનિર્માણ થશે. હિન્દુઓ સંઘર્ષ કરો." જ્યારે બીજા સંદેશમાં લખ્યું છે કે, "ભારતમાં હજારો મંદિરોની જગ્યાએ આજે મસ્જિદો ઉભી છે."
લખનઉમાં આવી રીતે થઈ કમલેશ તિવારીની હત્યા

કમલેશ તિવારીની શુક્રવારે લખનઉ સ્થિત તેમના ઘરે હત્યા કરી નાખવામાં આવી હતી. પહેલા તેમને ગોળી મારવાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે કોઈ ધારદાર હથિયારથી કમલેશ તિવારીનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક રિવોલ્વર પણ મળી આવી છે. પોલીસે શરૂઆતમાં આશંકા વ્યક્ત કરી હતી કે કોઈ નજીકના લોકોએ હત્યાકાંડને અંજામ આપ્યો છે. જોકે, હત્યાકાંડને અંજામ આપનાર લોકોની સુરત પોલીસે ધરપકડ કરી લીધી છે.

યોગી આદિત્યનાથ સરકારે હત્યાકાંડની તપાસ માટે એસઆઈટી (Special Investigation Team) બનાવી છે.
First published: October 19, 2019, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading