દિલ્હીમાં રહેતા હિન્દુ શરણાર્થીએ દીકરીનું નામ 'નાગરિકતા' રાખ્યું, ભારતની નાગરિકતા મળવાની આશા

News18 Gujarati
Updated: December 12, 2019, 11:59 AM IST
દિલ્હીમાં રહેતા હિન્દુ શરણાર્થીએ દીકરીનું નામ 'નાગરિકતા' રાખ્યું, ભારતની નાગરિકતા મળવાની આશા
નાગરિકતાનો જન્મ બિલ પાસ થયું તે પહેલા થયો હતો.

બાળકીનો જન્મ નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થયું તે પહેલા થયો હતો, પરિવારે બિલ પાસ થયા બાદ પરિવારે તેનું નામ "નાગરિકતા" રાખ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. આ સમયે દેશની રાજધાની દિલ્હીમાં રહેતા એક હિન્દુ શરણાર્થીઓ પોતાની દીકરીનું નામ "નાગરિકતા" રાખ્યું છે. આ પરિવાર છેલ્લા સાત વર્ષથી નવી દિલ્હીમાં શરણાર્થી તરીકે રહે છે. પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ પરિવારને આશા છે કે લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ હવે તેમને ઝડપથી ભારતની નાગરિકતા મળી જશે.

"નાગરિકતા"નો જન્મ નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થયું તે પહેલા થયો હતો, બિલ પાસ થયા બાદ તેનું નામ પરિવારે "નાગરિકતા" રાખ્યું હતું. નાગરિકતાનો પરિવાર 2010માં પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યો હતો. આ પરિવાર ઉત્ત દિલ્હીની "મન્જુ કી ટીલા" કોલોની ખાતે રહે છે. આ એક પુર્નવસન વસાહત છે.

એનડીટીવી સાથે વાતચીત કરતા નાગરિકતાની માતાએ જણાવ્યું કે, "અમે ભારતની નાગરિકતા માટે છેલ્લા સાત વર્ષથી રખડી રહ્યા છીએ. પરંતુ તેના જન્મ બાદ (દીકરી "નાગરિકતા") હું ચોક્કસ છું કે અમને ભારતની નાગરિકતા મળી જશે.નાગરિકાની દાદી મીના દાસે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે, "નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ જશે તેવી આશાએ તેણી પરિવારમાં જન્મેલી નવી દીકરીનું નામ "નાગરિકતા" રાખ્યું હતું." એટલું જ નહીં "નાગરિકતા"ની દાદીએ આ બિલ લોકસભામાં પસાર થાય તે માટે ઉપવાસ પણ રાખ્યો હતો.

એએનઆઈ સાથે વાતચીત કરતા "નાગરિકતા"ની દાદીએ જણાવ્યું કે, "આ છોકરીને જન્મ થયો ત્યાર બાદથી દરેક વ્યક્તિ નાગરિકતા સંશોધન બિલ વિશે વાત કરી રહ્યો છે. અમને આશા છે કે અમને ભારતની નાગરિકતા મળી જશે. હું સરારનો આભાર માનું છું. અમે અહીં અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે."નોંધનીય છે કે મંજુ કા ટીલા ખાતે પાકિસ્તાનથી દેશમાં આવેલા આશરે 750 જેટલા શરણાર્થીઓ રહે છે. આ લોકો ઘણા લાંબા સમયથી ભારતની નાગરિકતાની માંગ કરી રહ્યા છે. આવા બીજા શરણાર્થીઓ રોહીણી સેક્ટર 9 અને 11, આદર્શ નગર અને સિગ્નેચર બ્રિજ પાસે આવેલી પુર્નવસન વસાહતોમાં રહે છે.

જોકે, આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે મદદ માટે આવેલી વસ્તુ પરથી કોઈ બાળકનું નામ રાખવામાં આવ્યું હોય. 2016માં બિહારમાં આવેલા ભયાનક પૂર દરમિયાન જન્મેલા બાળકોના નામ "નમામી ગેંગે", "ગંગાપુત્ર ભિષ્મ" અને "એનડીઆરએફ સિંઘ" રાખવામાં આવ્યા હતા.

First published: December 12, 2019, 11:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading