વારાણસીઃ ઉત્તરપ્રદેશમાં વારાણસીની જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી મામલાની વિચારણીયતા પર સવાલ ઉઠાવનાર મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે દેવી-દેવતાઓની દૈનિક પૂજાના અધિકારના અનુરોધવાળી અરજી પર સુનાવણી ચાલુ રાખીશું. આ ચુકાદા પછી હિન્દુ પક્ષે જ્ઞાનવાપી મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટમાં કેવિએટ અરજી દાખલ કરી છે. જેથી મામલામાં એક પક્ષીય આદેશ બહાર ન પાડી શકાય. જો મસ્જિદ સમિતિ દ્વારા વારાણસી કોર્ટના આદેશની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવશે તો હાઈકોર્ટમાં કેવિએટ દાખલ હોવાના કારણે તો હિન્દુ પક્ષને સાંભળ્યા વગર આદેશ આપી શકાશે નહિ.
28 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે
ઉલ્લેખનીય છે કે જિલ્લા ન્યાયાધીશ એ.કે. વિશ્વેશે અંજુમન ઈંતેજામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દીધી હતી. જેમાં મામલાની વિચારણીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. મુસ્લિમ પક્ષે કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. તેની સાથે જ કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ એક વખત ફરી સમાચારમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીના કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદના મામલમાં સોમવારે તારીખ 28 સપ્ટેમ્બરે વધુ સુનાવણી નિયત કરી છે.
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે જિલ્લા ન્યાયાધીશ એ.કે. વિશ્વેશે મામલાની વિચારણીયતા પર સવાલ ઉઠાવનારી અરજીને ફગાવી હતી અને સુનાવણીને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટમાં હાજર એક વકીલે જણાવ્યું કે જિલ્લા ન્યાયાધીશે બંને પક્ષો અને તેમના વકીલોની હાજરીમાં 26 પાનાનો આ આદેશ 10 મિનિટમાં વાંચીને સંભળાવ્યો. કોર્ટે ગત 24 ઓગસ્ટે આ મામલામાં પોતાનો આદેશ 12 સપ્ટેમ્બર માટે સુરક્ષિ રાખ્યો હતો. મુસ્લિમ પક્ષના વકીલ મેરાજુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે જિલ્લા કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ મામલામાં પાંચ મહિલાઓએ અરજી દાખલ કરીને હિન્દુ દેવી-દેવતાઓની દૈનિક પૂજાની માંગ કરી હતી. અંજુમન ઈંતેજામિયા મસ્જિદ સમિતિએ જ્ઞાનવાપી મસ્જિદને વક્ફની સંપત્તિ ગણાવીને કહ્યું હતું કે મામલો સુનાવણી યોગ્ય જ નથી. મામલામાં વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.
વિવિધ વિશ્લેષણના આધારે આ અરજીને ફગાવાઈ હતી
જિલ્લા ન્યાયાધીશે તેના આદેશમાં કહ્યું કે દલીલો અન વિશ્લેષણ પરથી હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે આ મામલો ઉપાસના સ્થળ અધિનિયમ 1991, વક્ફ અધિનિયમ, 1995 અને ઉત્તરપ્રદેશશ્રી કાશી વિશ્વનાથ મંદિર અધિનિયમ 1983 તથા બચાવ પક્ષ સંખ્યા 4 દ્વારા દાખલ અરજી 35 સી અંતર્ગત યોગ્ય નથી, તેના પગલે તેને ફગાવી દેવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર