હિંદુ મહાસભાએ અયોધ્યા કેસમં મધ્યસ્થી મામલે પૂર્વ CJI દિપક મિશ્રાનું નામ આપ્યું

News18 Gujarati
Updated: March 6, 2019, 4:51 PM IST
હિંદુ મહાસભાએ અયોધ્યા કેસમં મધ્યસ્થી મામલે પૂર્વ CJI દિપક મિશ્રાનું નામ આપ્યું
પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે મધ્યસ્થતા માટે કોર્ટ પેનલ રચવા કહ્યું હતું અને પક્ષકારોને પોતાના નામો જણાવવા પણ કહ્યું હતું.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અયોધ્યા મામલે મધ્યસ્થતા પર સુપ્રીમ કોર્ટે આજે થયેલી સુનાવણીમાં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટેમાં પાંચ સભ્યોની ખંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ મામલે મધ્યસ્થતા માટે એક પેનલની રચના થવી જોઈએ. હિંદુ મહાસભા મધ્યસ્થતાની વિરુદ્ધ હતું તેમ છતાં તેમણે પોતાના તરફથી ત્રણ જજોના નામ સોંપ્યા છે.

આ મામલે હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, સહીત ત્રણ જજોના નામ આપ્યા છે. આ જજમમાં હિંદુ મહાસભાએ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જે.એસ. ખહરે, અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ એ.કે. પટનાયકનું નામ આપ્યું છે.

અગાઉ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ ભાવનાઓ અને વિશ્વાસ સાથે જોડાયેલો મામલો છે. ચુકાદાની અસર જનતાની ભાવના અને રાજકારણ પર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ મામલામાં માત્ર એક મધ્યસ્થ ન હોઈ શકે, તેના માટે એક પેનલ હોવી જોઈએ. જોકે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે સવાલ કર્યો કે મધ્યસ્થતા કેવી રીતે શક્ય છે. તેઓએ કહ્યું કે, શાંતિપૂર્ણ ચર્ચાના માધ્યમથી સંકલ્પ પૂરો થાય તે એક આદર્શ સ્થિતિ છે, પરંતુ મૂળ સવાલ એ છે કે તે કરવું કેવી રીતે શક્ય છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમનું માનવું છે કે જો મધ્યસ્થતાની પ્રક્રિયા શરૂ થાય છે તો તેના ઘટનાક્રમો પર મીડિયા રિપોર્ટિંગ સમગ્રપણે બેન થવી જોઈએ. કોર્ટે કહ્યું કે આ કોઈ ગૈગ ઓર્ડર (ન બોલવાનો આદેશ) નથી પરંતુ ભલામણ છે કે રિપોર્ટિંગ ન થવું જોઈએ.
First published: March 6, 2019, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading