Home /News /national-international /

હિન્દુ મહાસભાએ Mahatma Gandhiની પુણ્યતિથિ પર પાંચ લોકોને 'ગોડસે ભારત રત્ન' એનાયત કર્યો

હિન્દુ મહાસભાએ Mahatma Gandhiની પુણ્યતિથિ પર પાંચ લોકોને 'ગોડસે ભારત રત્ન' એનાયત કર્યો

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર હિન્દુ મહાસભાએ કાલીચરણ સહિત પાંચ લોકોને 'ગોડસે ભારત રત્ન' એનાયત કર્યો.

મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની પુણ્યતિથિ શહીદ દિવસ (Martyr's Day) તરીકે ઉજવવામાં આવી હતી ત્યાં હિન્દુ મહાસભા (Hindu Mahasabha)એ 'ગોડસે સ્મૃતિ દિવસ' તરીકે ઉજવ્યો.

  30 જાન્યુઆરીએ જ્યાં દેશમાં મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની પુણ્યતિથિ શહીદ દિવસ (Martyr's Day) તરીકે ઉજવવામાં આવી હતી ત્યાં હિન્દુ મહાસભા (Hindu Mahasabha)એ તેને ગ્વાલિયર (Gwalior)માં 'ગોડસે સ્મૃતિ દિવસ' તરીકે ઉજવ્યો હતો અને ગોડસેના વિચારોને પ્રોત્સાહન આપનાર સંત કાલીચરણ સહિત પાંચ લોકોને 'ગોડસે ભારત રત્ન'થી સન્માનિત કર્યા હતા. હિન્દુ મહાસભાએ મહાત્મા ગાંધી વિરુદ્ધ બકવાસ કરનારા સંત કાલીચરણ સહિત પાંચ લોકોને "ગોડસે ભારત રત્ન" એનાયત કર્યો. હિન્દુ મહાસભાના નેતા પ્રમોદ લોહપાત્રેએ સંત કાલીચરણનું સન્માન પત્ર લીધું. ત્યાં જ નાથુરામ ગોડસે મંદિરના નિર્માણ પછી 2017માં જેલમાં ગયેલા હિન્દુ મહાસભાના નેતાઓ સહિત ચાર લોકોને પણ "ગોડસે ભારત રત્ન" એનાયત કરવામાં આવ્યો હતો. હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે "ગોડસે ભારત રત્ન" સમારોહ દરમિયાન હિન્દુ મહાસભાના યુવાનોને ભારત-પાકિસ્તાનને એક કરવા માટે શપથ લેવડાવ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા છે.

  કોંગ્રેસે કર્યો વિરોધ, ભાજપે કહ્યું અભિવ્યક્તિની સ્વતંત્રતા

  કોંગ્રેસે હિન્દુ મહાસભાના "ગોડસે ભારત રત્ન" એવોર્ડ સમારોહનો વિરોધ કર્યો છે. હિન્દુ મહાસભાના સંગઠન સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્ય સતીશ સિકરવારે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યા 1948માં કરવામાં આવી હતી પરંતુ હવે ગોડસેના વિચારોનો પ્રચાર કરનારા લોકો દરરોજ ગાંધીજીની હત્યા કરી રહ્યા છે. તેથી પ્રશાસને આવી ઘટનાઓ સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ હિન્દુ મહાસભાના સંગઠનને સ્વતંત્રતાની અભિવ્યક્તિ ગણાવી છે. શર્માએ કહ્યું કે જો કોઈ રસ્તામાં સન્માન આપે તો ભારત રત્ન થોડા થઇ જાય છે.

  ગોડસેએ ગ્વાલિયરમાં ગાંધીજીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું

  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 30 જાન્યુઆરી 1948ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગ્વાલિયરમાં જ નાથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યાની તૈયારીઓ કરી હતી. 23 જાન્યુઆરી 1948ની રાત્રે ગોડસે તેના સાથી નારાયણ આપ્ટે સાથે પંજાબ મેઇલ દ્વારા ગ્વાલિયર પહોંચ્યો હતો. નાથુરામ ગોડસે ગ્વાલિયર આવ્યો કારણ કે આ શહેર મહાસભાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું. રાત્રે એક વાગ્યે ગ્વાલિયર પહોંચીને ગોડસે સ્ટેશનથી સીધો જ ડૉ. પરચુરેની પાસે પહોંચ્ય્યો હતો.. ગોડસેએ કહ્યું કે આ વખતે તે મહાત્મા ગાંધીની હત્યા માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો છે.

  આ પણ વાંચો - Rajasthan: દલિત યુવકનું અપહરણ કરી બાંધીને લાકડી વડે માર માર્યો, દારૂ બાદ પીવડાવ્યો પેશાબ, હાલત ગંભીર

  ગોડસેના કહેવા પર હિંદુ મહાસભાના કાર્યકર દંડવતએ તેમના માટે પિસ્તોલની વ્યવસ્થા કરી હતી, પરંતુ ગોડસેને પિસ્તોલ પસંદ ન આવી, તેથી દંડવતેએ સિંધિયા રજવાડાના લશ્કરી અધિકારી સાથે મુસોલિનની સેના પાસેથી જપ્ત કરેલી વિદેશી પિસ્તોલ માટે 500 રૂપિયામાં સોદો કર્યો હતો. ગોડસેએ 300 રૂપિયા આપ્યા અને બાકીનું કામ થઈ જાય પછી આપવાનું કહ્યું. આ પિસ્તોલથી ગોડસેએ સ્વર્ણરેખા નદીના કિનારે નિશાનો લગાવવાની પ્રેક્ટિસ પણ કરી હતી. આ પછી 29 જાન્યુઆરીની રાત્રે નાથુરામ ગોડસે તેના સાથી આપ્ટે સાથે દિલ્હી જવા રવાના થયો.

  આ પણ વાંચો- જો Mahatma Gandhi જીવતા હોત તો દલાઈ લામા તેમની પાસે શું માંગતા?

  મહાત્મા ગાંધી 30 જાન્યુઆરી 1948ના રોજ સાંજે 5 વાગ્યે દિલ્હીમાં પ્રાર્થના સભા માટે રવાના થયા. તે દિવસે પ્રાર્થનામાં ભીડ હતી લશ્કરી વસ્ત્રોમાં નાથુરામ ગોડસે તેના સાથી કરકરે અને આપ્ટે સાથે ભળી ગયો હતો. મહાત્મા ગાંધીની સાથે તેમના બે સહયોગીઓ આભા અને તનુ પણ હતા. ગોડસેએ બાપુના ચરણ સ્પર્શ કરવાના બહાને તનુ અને આભાને એક તરફ કરી દીધા. બાપુના ચરણ સ્પર્શ કરીને પિસ્તોલ કાઢી અને ત્રણ ગોળીઓ મહાત્મા ગાંધીના શરીરમાં ઉતારી નાંખી હતી. મહાત્મા ગાંધીની હત્યા બાદ ગોડસે અને તેના સહયોગીઓની પોલીસે ધરપકડ કરી હતી. 15 નવેમ્બર 1949ના રોજ નાથુરામ ગોડસેને જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gwalior, Hindu mahasabha, Mahatma gandhi

  આગામી સમાચાર