પાકિસ્તાનમાં હિન્દુ અને ખ્રિસ્તી અસુરક્ષિત- UNના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

પાકિસ્તાનમાં હિન્દુ અને ખ્રિસ્તી અસુરક્ષિત- UNના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ સાથે બળજબરીથી ધર્મ પરિવર્તનને લઈ પ્રદર્શન કરતાં લોકો (ફાઇલ તસવીર)

'હિન્દુ-ખ્રિસ્તી મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યા, અનેક કિસ્સાઓમાં તેમના મોત પણ થયા'

 • Share this:
  લાહૌર : ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) બન્યા બાદથી ભલે પાકિસ્તાન (Pakistan) દુનિયાની સામે ફરી એકવાર રડવાનું નાટક કરી રહ્યું હોય, પરંતુ પાકિસ્તાનમાં હિન્દુ સહિત અન્ય લઘુમતી વર્ગ (Minorities)ના લોકોની સ્થિતિ ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં જ્યારથી ઈમરાન ખાનની સરકાર (Imran Khan Government) બની છે ત્યારથી લઘુમતીઓને હેરાન કરવાના મામલા વધ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓની સ્થિતિ પર સીએસડબલ્યૂએ પાકિસ્તાન : ધાર્મિક સ્વતંત્રતા પર હુમલા શિર્ષકથી એક રિપોર્ટ જાહેર કર્યો છે. 47 પાનાના આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાન સરકાર લઘુમતીઓ પર હુમલા માટે કટ્ટરપંથી વિચારોને પ્રોત્સાહન આપી રહ્યું છે.

  સીએસડબલ્યૂના રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં હિન્દુ અને ખ્રિસ્તી સુમદાયને સૌથી વધુ હેરાન કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે આ બંને સુમદાયની અસંખ્યા મહિલાઓનું અપહરણ કરી તેમનો ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. આ મહિલાઓના ધર્મ પરિવર્તન કરાવીને બળજબરીથી મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરવા પર મજબૂર કરવામાં આવે છે. લગ્ન બાદ અપહરણકર્તાઓ તરફથી ગંભીર ધમકીઓ આપવામાં આવે છે, ત્યારબાદ પીડિત મહિલાઓ ફરી ક્યારેય પોતાના પરિવારને મળી નથી શકતી. સીએસડબલ્યૂએ પોતાના રિપોર્ટમાં બાળકો સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. વાતચીત દરમિયાન બાળકોએ સ્વીકાર્યું કે તેમને શિક્ષકો અને સહપાઠીઓ દ્વારા અપમાનિત કરવામાં આવે છે.  યૂએનના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનના કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલ ઊઠાવવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ પીડિત લઘુમતીઓ પ્રત્યે પાકિસ્તાનની પોલીસનું વલણ ભેદભાવપૂર્ણ છે. પાકિસ્તાનનું ન્યાયતંત્ર પણ લઘુમતીઓના મામલાઓ પર વધુ ધ્યાન નથી આપતું. અપહરણ કરવામાં આવેલી લઘુમતી મહિલાઓના મામલામાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. પોલીસ અને ન્યાયતંત્ર લઘુમતીઓને બીજા વર્ગના નાગરિક માને છે.

  પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓનું પ્રદર્શન (ફાઇલ તસવીર)


  ઈશ નિંદા કાયદાના દુરુપયોગ પર સીએસડબલ્યૂએ ચિંતા વ્યક્ત કરી

  સીએસડબલ્યૂએ પાકિસ્તાનમાં ઈશ નિંદા કાયદાનો દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં ઈશ નિંદા કાયદાનો ઉપયોગ લઘુમતીઓના દમન માટે કરવામાં આવે છે. ઈશ નિંદા કાયદો અને કટ્ટરવાદના કારણે દેશનો માહોલ ઘણો ખરાઈ થઈ ચૂક્યો છે. ઈશ નિંદાની આડમાં પાકિસ્તાનમાં હિંસા વધી છે.

  કમર જાવેદ બાજવાની સાથે ઈમરાન ખાન (ફાઇલ તસવીર)


  આસ્થાના નામે લઘુમતીઓ સાથે દમન

  યૂએનના રિપોર્ટ પહેલા પાકિસ્તાનના માનવાધિકાર આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018માં પાકિસ્તાનમાં લઘુમતીઓનું આસ્થાના નામે ઘણું દમન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં તેમની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા. હિન્દુ-ખ્રિસ્તી મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યા. ત્યાં સુધી કે અનેક મામલામાં તેમના મોત થઈ ગયા.

  આ પણ વાંચો,

  નાગરિકતા સંશોધન કાયદા પર અમિત શાહે કહ્યુ- કોઈને ડરવાની જરૂર નથી, સમસ્યાનું સમાધાન શોધીશું
  જામિયા હિંસા : સ્ટુડન્ટ્સની મુક્તિ બાદ સવારે 4 વાગ્યે આંદોલન ખતમ, જામિયા કેમ્પસમાં 5 જાન્યુઆરી સુધી રજા
  Published by:Mrunal Bhojak
  First published:December 16, 2019, 10:45 am