નવી દિલ્હી : સટીક અને વિશ્વસનીય સમાચારને ફરી એક વખતે વાચકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. દેશના ગામ-મોહલ્લાથી લઇને દુનિયાની દરેક ખબરથી રુબરુ કરાવનારી તમારી સાઇટ hindi.news18.com હિન્દી બ્રોડકાસ્ટ ડિજિટલ સંસ્થાઓમાં ફરીથી નંબર વન ન્યૂઝ વેબસાઇટ (મોબાઇલ કેટેગરીમાં) બની ગઈ છે. મે 2021ના Comscore મોબાઇલ રેન્કિંગમાં તમારી વેબસાઇટે ફરી રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ hindi.news18.com એ આજતકની વેબસાઇટને પણ મોટા અંતરથી પાછળ રાખી દીધી છે.
8 કરોડથી વધારે વાચકોનો સાથ, આજતકના મુકાબલે 26 લાખથી વધારે
સમાચારોનું વિશ્લેષણ અને સટિકતા સાથે વાચકો સુધી પહોંચાડવાના મામલમાં hindi.news18.com ની વેબસાઇટ પોતાના હરિફો કરતા ઘણી આગળ છે. ન્યૂઝની સટિકતાના કારણે જ વાચકો વચ્ચે આ વેબસાઇટ લોકપ્રિય છે. વાચકોના પ્રેમનું પરિણામ છે કે અમે આજતક ડોટ કોમ પર મોટી લીડ બનાવી છે. hindi.news18.com ને 8 કરોડ 13 લાખથી વધારે વાચકોનો પ્રેમ મળ્યો છે. તેણે આજતકના મુકાબલે 26 લાખથી વધારે વાચકો જોડ્યા છે. આજતકને 7 કરોડ 86 લાખ વાચકોએ પસંદ કર્યું છે.
hindi.news18.com સમાચારોની વિવિધતા માટે જાણીતી છે. અમે રાજનૈતિક, આર્થિક સમાચારો પર વિસ્તારથી કવરેજની સાથે સ્પોર્ટ્સ, વિજ્ઞાન, સિનેમા, સ્ટાર્ટઅપ, મોબાઇલ અને ટેકનોલોજી, રાજનીતિ અને વિદેશના સમાચારોમાં પોતાની હરિફ વેબસાઇટોની સરખામણીમાં વિસ્તારથી અને સૌથી પહેલા સમાચાર આપીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં hindi.news18.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઘણી સિરીઝ ચલાવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ માટે ઘણી ઉપયોગી સાબિત થઇ છે. કોરોનાની મહામારી દરમિયાન hindi.news18.com એ બીમારીથી બચવા, લોકોને જાગૃત કરવા માટે ઘણા અભિયાન ચલાવ્યા અને સ્ટોરી દ્વારા વાચકોને આ જીવલેણ બીમારી વિશે જણાવ્યું. જે રીતે વાચકોએ અમારા પર વિશ્વાસ કર્યો છે તેથી અમારી જવાબદારીને વધારે વધી છે. અમે અમારા વાચકોના સ્નેહ, વિશ્વાસ માટે આભાર પ્રકટ કરીએ છીએ.