હેમંત બિસ્વા સરમા હશે આસામના નવા મુખ્યમંત્રી, કાલે લેશે CM પદના શપથ

આસામમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠક પહેલા સર્બાનંદ સોનોવાલે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું

આસામમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠક પહેલા સર્બાનંદ સોનોવાલે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું

 • Share this:
  ગુવાહાટી. આસામ (Assam)ના નવા મુખ્યમંત્રી (Chief Minister) તરીકે હેમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma)ના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજેપી (BJP)માં શનિવારથી ચાલી રહેલી બેઠકોના દોર બાદ આજે સરમાના નામની પસંદગી કરવામાં આવી છે. આસામના પર્યવેક્ષક બનીને મોકલવામાં આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ધારાસભ્ય દળની બેઠક બાદ આ જાણકારી આપતા જણાવ્યું કે સરમા કાલે એટલે કે સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

  બીજેપીએ 126 સભ્યો ધરાવતી આસામ વિધાનસભામાં 60 સીટો પર જીત નોંધાવી છે, જ્યારે તેની ગઠબંધન સહયોગી આસામ ગણ પરિષદના 9 અને યૂનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલે 6 સીટો જીતી છે. બીજેપીએ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા નહોતી કરી. એવામાં નવા મુખ્યમંત્રી પર નિર્ણય લેવા માટે બીજેપી હાઇકમાન્ડે સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal) અને હેમંત બિસ્વા સરમાને દિલ્હી બોલાવ્યા હતા. બંને નેતાઓએ કાલે દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વારાફરથી મુલાકાત કરી હતી.

  આ પણ વાંચો, ચીનના બેકાબૂ રોકેટનો ખતરો ટળ્યો, હિન્દ મહાસાગરમાં માલદીવની પાસે પડ્યો કાટમાળ

  આ પહેલા આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે પોતાનું રાજીનામું રાજ્યપાલ જગદીશ મુખીને સોંપી દીધું હતું. આસામમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠક પહેલા સર્બાનંદે રાજીનામું આપી દીધું હતું. અહેવાલ છે કે આજે સાંજે હેમંત બિસ્વા સરમા રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.

  આ પણ વાંચો, Corona Effect: ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 17 મે સુધી લંબાવાયું લૉકડાઉન


  આ વખતની વિધાનસભા ચૂંટણીમાં સર્બાનંબદ સોનોવાલે માજુલી સીટથી કૉંગ્રેસ નેતા રાજિબ લોચન પેગૂને 43,192 મતોના અંતરથી હરાવ્યા હતા. સર્બાનંદ સોનોવાલે આ સીટ પરથી સતત બીજી વાર જીત નોંધાવી છે. બીજી તરફ, બીજેપી નેતા હેમંત બિસ્વા સરમાએ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના રોમેન ચંદ્ર બોરઠાકુરને 1,01,911 મતોના અંતરથી હરાવીને જાલુકબારી સીટ પર કબજો બરકરાર રાખ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published: