આસામના 15મા મુખ્યમંત્રી બન્યા હિમંત બિસ્વા સરમા, PM મોદીએ શુભેચ્છા આપતા કહી આ વાત

આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ હિમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા, શપથગ્રહણમાં બીજેપી ચીફ નડ્ડા રહ્યા હાજર

આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ હિમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા, શપથગ્રહણમાં બીજેપી ચીફ નડ્ડા રહ્યા હાજર

 • Share this:
  દિસપુર. બીજેપી (BJP) નેતા હિમંત બિસ્વા શર્મા (Himanta Biswa Sarma)એ આસામ (Assam)ના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એનઇડીએ સમન્વયકે સોમવારે શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આસામના મુખ્યમંત્રી પદ (Assam Chief Minister)ના શપથ લીધા. રાજ્યપાલ જગદીશ મુખી (Jagdish Mukhi)એ સરમાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. સરમાની સાથે તેમની કેબિનેટના 13 મંત્રીઓએ શપથ લીધા.

  શપથગ્રહણ કાર્યક્રમ દરમિયાન બીજેપી ચીફ જેપી નડ્ડા, ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહ અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નીફિઉ રિયો, પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal) પણ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.

  આ પણ વાંચો, PM Kisan: આજે કરોડો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે 2000 રૂપિયાનો હપ્તો! ફટાફટ કરો ચેક

  સરમાની સાથે તેમના સહયોગીમાં અતુલ બોરા, પરિમલ શુક્લ બૈદ્ય, પીજૂષ હજારિકા, જોગન મોહન, સંજય કિશન, ચંદ્ર મોહન પટોવેરી, બિમલ બોરા, અશોક સિંઘલ, યૂજી બ્રહ્મા, રંજીત દાસ, રોનૂજ પેગૂ, કેશબ મહંત અને અજંતા નેગે શપથ લીધા.

  સરમાના શપથ લેતા પીએમ મોદી (PM Narendra Modi)એ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાને લખ્યું કે, હિમંત બિસ્વાજી અને આજે શપથ લેનારા અન્ય મંત્રીઓને શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે ટીમ આસામની વિકાસ યાત્રાને ગતિ આપશે અને લોકોની આકાંક્ષાઓને પૂરી કરશે.

  આ પણ વાંચો, Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં તેજી, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

  તેની સાથે જ વડાપ્રધાને પૂર્વ સીએમ સર્બાનંદ સોનોવાલે પણ ટ્વીટ કર્યું. વડાપ્રધાને લખ્યું કે, મારા અમૂલ્ય સહયોગી સર્બાનંદ સોનોવાલજી છેલ્લા પાંચ વર્ષમાં એક જન-સમર્થક અને વિકાસ-સમર્થક પ્રશાસનના વડા હતા. આસામની પ્રગતિ અને રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે તેમનું યોગદાન ખૂબ વિશાળ છે.
  Published by:Mrunal Bhojak
  First published: