હિમાચલમાં આવશે મોટો ભૂકંપ, દેશની રાજધાની દિલ્હીને પણ થશે તેની અસર : રિસર્ચ

News18 Gujarati
Updated: October 22, 2020, 6:46 PM IST
હિમાચલમાં આવશે મોટો ભૂકંપ, દેશની રાજધાની દિલ્હીને પણ થશે તેની અસર : રિસર્ચ
પ્રતિકાત્મક તસવીર

વળી રિસર્ચમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે આ મોટા ભૂકંપના કારણે દેશની મોટી વસ્તી સમેત જાનમાલને પણ મોટું નુક્શાન થવાની પૂર્ણ સંભાવના છે.

  • Share this:
હિમાલય પર્વતમાળા (Himalaya)માં મોટો ભૂકંપ આવવાની આશંકા છે. અને ભવિષ્યમાં ગમે ત્યારે આવી શકનાર આ ભૂકંપ (Big Earthquakes)ની તીવ્રતા આઠ કે તેનાથી પણ વધુ હોઇ શકે છે. એક રિસર્ચમાં આ મોટો ખુલાસો થયો છે. વળી રિસર્ચમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે આ મોટા ભૂકંપના કારણે દેશની મોટી વસ્તી સમેત જાનમાલને પણ મોટું નુક્શાન થવાની પૂર્ણ સંભાવના છે.

આ રિચર્સમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં હિમાલય પર્વતમાળામાં આવનાર ભૂકંપ 20મી સદીનો અલેઉટિયન સબડક્શન ઝોનમાં આવેલા ભૂકંપની સમાન હશે. જેનો વિસ્તાર અલાસ્કાની ખાડીથી દૂર પૂર્વ રશિયાના કામચટકા સુધી રહેશે. ઓગસ્ટ મહિનામાં સેસ્મોલૉજિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત સમીક્ષામાં મૂળભૂત ભૂગર્ભીય સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પૂર્વ ઐતિહાસિક ભૂકંપોને આકાર અને સમયનું આકંલન કરીને તથા ભવિષ્યમાં આવનાર મોટા ખતરા વિષે અનુમાન લગાવતા આ વાત બહાર આવી છે.

અધ્યયનની લેખિકા સ્ટીવન જી વેસ્નૌસ્કીએ જણાવ્યું કે સમગ્ર હિમાલય પર્વતમાળઆ, પૂર્વમં આવેલ અરુણાચલ પ્રદેશથી લઇને પશ્ચિમમાં પાકિસ્તાન સુધી વિસ્તારોમાં મોટા ભૂકંપ આવી શકે છે. ભૂગર્ભ વિજ્ઞાનના પ્રોફેસર તથા અમેરિકામાં રેનો સ્થિત નેવાદા વિશ્વવિદ્યાલયમાં સેન્ટર ફોર નિયોટેક્ટોનિક સ્ટડીઝના નિર્દેશક વેસ્નૌસ્કી કહ્યું કે આ ભૂકંપ ફરીથી આવશે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી.

અને તે આપણા જીવતા હોઇશું તે જ સમયમાં જલ્દી જ આવશે.
સિસ્મોલોજિસ્ટ અને ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાનના અધ્યાપક, સુપ્રિયો મિત્રાએ જણાવ્યું હતું કે આ અભ્યાસ અગાઉ કરેલા અભ્યાસની જેમ જ છે. અભ્યાસ મુજબ હિમાલયમાં ખામી સર્જાતાં આઠથી વધુ તીવ્રતાના ભૂકંપ આવી શકે છે.

વેસ્નાસ્કીએ કહ્યું કે નેપાળ અને ભારત જેવા દેશોના ચંદીગઢ, દેહરાદૂન અને કાઠમાંડુ જેવા મોટા શહેરો હિમાલયના ભૂકંપના પ્રભાવ વિસ્તારની નજીક છે. તેમણે કહ્યું કે આવા મોટા ભૂકંપના અવકાશમાં હિમાલય સમેત દેશની રાજધાની દિલ્હીને પણ હચમચાવી મૂકવા સક્ષમ છે.વધુ વાંચો : ષડયંત્ર! ચીનમાં રહસ્યમય બીમારીથી પડાઇ રહ્યા છે અમેરિકન અધિકારીઓ

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં માર્ચ મહિનામાં જ લોકડાઉનના સમયમાં દિલ્હી સમેત ગ્રેટર નોયડામાંં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અને લોકો ડરના માર્યા ઘરની બહાર આવ્યા હતા.

ત્યારે આ રિસર્ચ મુજબ દિલ્હી તેવા વિસ્તારોમાંથી એક છે જ્યાં મોટા ભૂંકપના આંચકા આવી શકે છે. અને દેશની રાજધાની તેવી દિલ્હી જ્યાં મોટી જન આબાદી રહી છે ત્યાં ભૂકંપ મોટી સમસ્યા ઊભી કરી શકે છે.
Published by: Chaitali Shukla
First published: October 22, 2020, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading