સિયાચિનમાં જવાન શહીદ, ગર્ભવતી પત્નીએ વીડિયો કૉલ કરીને કર્યા અંતિમ દર્શન

શહીદની ગર્ભવતી પત્નીએ નેપાળથી વીડિયો કૉલ કરીને પતિના અંતિમ સંસ્કારની વિધિના કર્યા દર્શન

શહીદની ગર્ભવતી પત્નીએ નેપાળથી વીડિયો કૉલ કરીને પતિના અંતિમ સંસ્કારની વિધિના કર્યા દર્શન

  • Share this:
    સોલનઃ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના સોલન (Solan) જિલ્લાના સુબાથૂનો જવાન સિયાચિન ગ્લેશિયર (Siachen Glacier)માં શહીદ (Martyr) થયો છે. 3 ડિસેમ્બરે ખરાબ મોસમમાં પોતાની પોસ્ટ તૈનાત જવાન બિલજંગ ગરુંગ (Biljung Gurung) અચાનક બરફથી છવાયેલી ખીણમાં પડી ગયો. સાથીઓના અનેક પ્રયાસો બાદ બિલજંગ ગરુંગને બરફથી બહાર કાઢી શકાયો. જોકે આ પહેલા જ બિલજંગ શહીદ થઈ ગયો હતો.

    બિલજંગ ગુરંગની પત્નીએ વીડિયો કોલના માધ્યમથી પતિના અંતિમ દર્શન કર્યા. શહીદની પત્ની દીપા ગુરંગ 8 મહિનાની ગર્ભવતી છે અને તે પરિજનોની સાથે નેપાળમાં છે. મંગળવારે સુબાથૂમાં જ્યારે શહીદ પતિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે તેની પત્નીએ નેપાળથી વીડિયો કોલ કરીને અંતિમ સંસ્કારની વિધિ જોઈ.

    સોલનમાં શહીદ બિલજંગ ગરુંગની અંતિમ યાત્રા


    આ પણ વાંચો, બાઇકની પાછળ બેસવાના નિયમોમાં ફેરફાર, હવે આવી રીતે કરવી પડશે સવારી, જાણો સરકારના નવા Rules

    શહીદ બિલજંગ ગુરંગ બે મહિના પહેલા જ રજા લઈને નેપાળ ગયો હતો અને પરિવારના સભ્યોને મળ્યો હતો. રજા બાદ બિલજંગ ભારત-ચીનની આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત હતો. શહીદના પિતા પણ પોતાના દીકરાની યૂનિટથી જ સેવાનિવૃત્ત થઈને હવે ડીએસઆઇ હેઠળ ભારતની રક્ષામાં તૈનાત છે. શહીદ જવાનનો ભાઈ જીઆરમાં દેશની રક્ષા માટે જમ્મુની સરહદો પર તૈનાત છે.

    આ પણ વાંચો, IND vs AUS: મેક્સવેલનો કેચ છૂટ્યો તો શાર્દુલ ઠાકુર થયો ગુસ્સે, દીપક ચાહરને આપી ‘ગાળો’

    હિમાચલના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

    શહીદના ભાઈ તુલસી ગુરંગે જણાવ્યું કે, બિલજંગ સ્કૂલના સમયથી જ બહાદુર હતો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ જવાનની શહાદત પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ સોલનના સુબાથૂ (કસૌલી) સાથે સંબંધ ધરાવનારા ગોરખા રાઇફલમાં તૈનાત બિલજંગ ગુરંગના સિયાચિનમાં માતૃભૂમિની સુરક્ષા કરતાં શહીદ થતાં શોક પ્રગટ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઈશ્વર દિવંગત આત્માને શાંતિ તથા શોકગ્રસ્ત પરિવારને હિંમત પ્રદાન કરે.
    Published by:Mrunal Bhojak
    First published: