બે વર્ષ પહેલા જ સેનામાં ભરતી થયેલો 22 વર્ષીય જવાન સિયાચીન ગ્લેશિયરમાં શહીદ

News18 Gujarati
Updated: November 19, 2019, 3:27 PM IST
બે વર્ષ પહેલા જ સેનામાં ભરતી થયેલો 22 વર્ષીય જવાન સિયાચીન ગ્લેશિયરમાં શહીદ
હિમાચલ પ્રદેશનો મનીષ ઠાકુર સિયાચીન ગ્લેશિયરમાં શહીદ થયો છે. (ફાઇલ તસવીર)

હિમસ્ખલનના કારણે શહીદ થયેલા જવાનોમાં મનીષ ઠાકુરનો પણ સમાવેશ, ગામમાં શોક છવાયો

  • Share this:
કીર્તિ કૌશલ, સોલાન : દેશની રક્ષા કરતાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)નો વધુ એક લાલ શહીદ (Martyred) થઈ ગયો છે. 22 વર્ષીય મનીષ ઠાકુર (Manish Thakur)એ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. સોમવારે તે સિયાચીન (Siachen Glacier)માં શહીદ થયો. મળતી જાણકારી મુજબ, સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયરની પાસે 19,000 ફુટની ઊંચાઈ પર સોમવાર થયેલા હિમસ્ખલન (Avalanche)ની ઝપેટમાં આવી જતાં હિમાચલના મનીષ ઠાકુર પણ શહીદ થઈ ગયા.

મનીષ ઠાકુરના લગ્ન નહોતા થયા

મનીષ ઠાકુર સોલાન (Solan)ના કુનિહારનો રહેવાસી હતો. 22 વર્ષીય મનીષ ઠાકુર બે વર્ષ પહેલા જ ભારતીય સેના (Indian Army)માં ભરતી થયો હતો અને તેના લગ્ન નહોતા થયા. ડોગરા રેજિમેન્ટ (Dogra Regiment)નો આ જવાન સોલાનની ગ્રામ પંચાયતના દોચી સાથે સંબંધ ધરાવતો હતો. મનીષ ઠાકુરનો એક મોટો ભાઈ પણ છે. શહીદ મનીષ ઠાકુરના મોતના સમાચારથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, શહીદનો પાર્થિવદેહ મંગળવારે હૅલિકોપ્ટરથી ચંદીગઢ પહોંચશે અને બુધવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શહીદ મનીષ ઠાકુરની ફાઇલ તસવીર


હિમસ્ખલનમાં મનીષ સહિત 4 જવાન શહીદ થયાં

ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બરે સિયાચીનમાં હિમસ્ખલન થવાના કારણે ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા હતા. આ ઉપરાંત, બે પોર્ટર પણ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. બપોરે ત્રણ વાગ્યે આ ઘટના બની હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો,

Exclusive: બે વર્ષ પહેલા ભૂલથી સરહદ પાર ગયેલા બે ભારતીયોની પાકિસ્તાને હવે ધરપકડ દર્શાવી, આતંકવાદનો આરોપ લગાવ્યો
રાજ્યસભામાં માર્શલના યૂનિફોર્મ પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા, નાયડૂએ કહ્યુ- સમીક્ષા થશે
First published: November 19, 2019, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading