ગુલવંત ઠાકુર, શિમલા. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના 6 વાર મુખ્યમંત્રી (Chief Minister) રહેલા અને કૉંગ્રેસ (Congress)ના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહ (Virbhadra Singh) નું નિધન થઈ ગયું છે. લાંબી બીમારી બાદ શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ (IGMC)માં બુધવાર વહેલી પરોઢ 3:40 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. આઇજીએમઆરના એમ.એસ. ડૉક્ટર જનક રાજે તેમના નિધનની પુષ્ટિ કરી છે. હાલ તેમના પાર્થિવદેહને આઇજીએમઆરથી તેમના નિવાસસ્થાન હોલીલોજ લઈ જવામાં આવ્યો છે અને ત્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
મળતી જાણકારી મુજબ, સોમવારથી વીરભદ્ર સિંહ (Virbhadra Singh) વેન્ટીલેટર પર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યનું સતત મોનીટરીંગ કરી રહી હતી. વીરભદ્ર સિંહ ગત 30 એપ્રિલથી શિમલાની આઇજીએમસી હૉસ્પિટલમાં દાખલ હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમને બીજી વાર કોરોના પણ થયો હતો. પરંતુ તેમણે કોરોનાને મ્હાત આપી દીધી હતી. બાદમાં તેમને કોવિડ વોર્ડથી શિફ્ટ કરવામાં આવ્યા હતા. વેન્ટીલેટર પર લીધા બાદ તેઓ બેભાન અવસ્થામાં જ હતા.
Mortal remains of former Himachal Pradesh CM & Congress leader Virbhadra Singh being taken to medical college for embalming (medical procedure).
Later, the mortal remains will be taken to his residence from Shimla's Indira Gandhi Medical College and Hospital. pic.twitter.com/Q7RH7wJ4L2
વીરભદ્ર સિંહ 6 વાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વીરભદ્ર સિંહ UPA સરકારમાં પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. વીરભદ્ર સિંહનો જન્મ 23 જૂન, 1934ના રોજ બુશહર રિયાસતના રાજા પદમ સિંહના ઘરમાં થયો હતો. વીરભદ્ર સિંહ વર્ષ 1983થી 1990, 1993થી 1998, બાદમાં 2003થી 2007 અને 2012થી 2017માં હિમાચલના મુખ્યમંત્રી રહ્યા.
વીરભદ્ર સિંહ લોકસભા માટે પહેલીવાર 1962માં ચૂંટાયા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ કુલદિપ સિંહ રાઠૌરે તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું કે, હું નિશબ્દ છું. આ ઉપરાંત, રાજ્યના તમામ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર