Home /News /national-international /હિમાચલ સ્કૂલ બસ દુર્ઘટનાઃ બસમાંથી બહાર ફેંકાઈ જતા 10 વર્ષના બાળકનો બચાવ

હિમાચલ સ્કૂલ બસ દુર્ઘટનાઃ બસમાંથી બહાર ફેંકાઈ જતા 10 વર્ષના બાળકનો બચાવ

    હિમાચાલ પ્રદેશના કાંગડાના નૂરપૂરમાં થયેલો સ્કૂલ બસ અકસ્માત અનેક પરિવારો આજીવન નહીં ભૂલી શકે. અનેક પરિવારને આ અકસ્માત ઊંડા જખમો આપી ગયો છે. આ અકસ્માતમાં સ્કૂલના 23 બાળકો સહિત 27 લોકોનાં મોત થઈ ગયા છે. 10 બાળકોની હાલત હજી પણ ગંભીર છે. અકસ્માત વખતે બે બાળકો એવા પણ હતા જે અકસ્માત વખતે બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા.

    દસ વર્ષનો રણબીર આ અકસ્માતનો સાક્ષી છે. ન્યૂઝ 18એ ઘાયલ થયેલા રણબીર સાથે વાતચીત કરી હતી. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દસ વર્ષના રણબીરે કહ્યું કે ડ્રાઇવરે સ્ટિયરિંગ ફેરવ્યું અને બસ નીચે લટકી ગઈ હતી.

    તે જે સીટ પર બેઠો હતો તેની સાથે બસનો કાચ તૂટી ગયો હતો અને તે બહાર ફેંકાઈ ગયો હતો. આ દરમિયાન તેણે 50 ફૂટનો પહાડ ચઢ્યો હતો અને રસ્તા સુધી પહોંચીને એક બાઇક સવારને અકસ્માત વિશે જાણકારી આપી હતી. બાળકે બાઇક સવારને કહ્યું હતું કે, અંકલ, અમારી બસ નીચે પડી ગઈ છે!

    પાંચમાં ધોરણનો સ્ટુડન્ટ રણબીર કહે છે કે એક બાઇકને બચાવવા જતાં આ દુર્ઘટના ઘટી હતી. રણબીર નૂરપૂર હોસ્પિટલમાં દાખલ છે. રણબીરે જણાવ્યું હતું કે તેની સાથે ચોથા ધોરણમાં ભણતી અવની પણ બહાર ફેંકાઈ ગઈ હતી.



    પહાડી વિસ્તાર હોવાને કારણે અવની નીચે સરકી ગઈ હતી. બાળક પહાડ ચડીને ઉપર આવ્યા બાદમાં તેણે એક બાઇક સવારની મદદ લઈને એક દુકાનદારના માધ્યમથી અકસ્માત અંગેની જાણકારી સ્થાનિક તંત્રને આપી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ranveer Singh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन