પ્રવાસીઓ આનંદો, 1 જૂનથી હિમાચલમાં રોહતાંગ પાસ ખુલશે

ગુજરાતમાંથી અનેક સહેલાણીઓ હિમાચલ અને લેહ લદ્દાખની મુલાકાતે જાય છે. અગાઉ આ રોડ નાના વાહનો માટે 20મી મેના રોજ ખોલવામાં આવ્યો હતો.

News18 Gujarati
Updated: May 30, 2019, 12:52 PM IST
પ્રવાસીઓ આનંદો, 1 જૂનથી હિમાચલમાં રોહતાંગ પાસ ખુલશે
રોહતાંગ પાસ પરથી હરફ હટાવી નાના વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
News18 Gujarati
Updated: May 30, 2019, 12:52 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : હિમાચલ પ્રદેશમાં ઊનાળાના વેકેશનમાં અનેક સહેલાણીઓ મુલાકાત લેતા હોય છે પરંતુ આ પ્રવાસન રાજ્યની બે મુખ્ય વેલીમાં ઊનાળો સમાપ્ત થયા બાદ જ જઈ શકાય છે. હિમાચલમાં આવેલી લાહોલ અને સ્પિતી વેલી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. આ વેલીમાં જવા માટે 13,050
ફુટની ઉંચાઈએ આવેલો વિશ્વ વિખ્યાત રોહતાંગ પાસ પરથી પસાર થવું પડે છે. શિયાળાની બરફ વર્ષાના કારણે રોહતાંગ પાસ બંધ થઈ જાય છે. જોકે, પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોહતાંગ પાસ 1 જૂનથી શરૂ થઈ જશે.

કુલ્લુના ડેપ્યુટી કમિશનર યુનુસે પત્રકારોને આપેલી માહિતી મુજબ એક જૂનથી પ્રવાસીઓ માટે આ રોડ ખુલ્લો મૂકાશે. અગાઉ બોર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ રોડને 19મી મેના રોજ ખુલ્લો કરી અને સ્થાનિકો તેમજ નાના વાહનોની અવર જવર માટે ખુલ્લો કરવમાં આવ્યો હતો. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ 1 જૂનથી રોજ 1300 વાહનોને રોહતાંગમાં પરમીટ આપવામાં આવશે. દર મંગળવારે રોહતાંગ પાસ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે.

હિમાચલ પ્રદેશથી લદ્દાખ જવા માટે આ રસ્તાનો ઉપયોગ થાય છ ઉપરાંત લાહોલ અને સ્પિતી વેલીને જોડતો આ મુખ્ય પહાડી માર્ગ છે. લાહોલમાં રહેતા સ્થાનિકો મોટી સંખ્યામાં કુલ્લુ અને લાહોલ વચ્ચે આવનજાવન માટે રોહતાંગ પાસનો ઉપયોગ કરે છે.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...