Home /News /national-international /હિમાચલ પ્રદેશ બસ દુર્ઘટનાઃ સ્કૂલનો પ્રથમ દિવસ બન્યો છેલ્લો દિવસ!

હિમાચલ પ્રદેશ બસ દુર્ઘટનાઃ સ્કૂલનો પ્રથમ દિવસ બન્યો છેલ્લો દિવસ!

  વિનોદ કુમાર, હિમાચલ પ્રદેશ

  હિમાચલ પ્રદેશના નૂરપૂરમાં ખાનગી સ્કૂલ બસને નડેલા અકસ્માતને કારણે આખા પ્રદેશમાં શોકનો માહોલ છે. આ દુર્ઘટનાથી પુહાડા ગામના લોકો સૌથી વધારે દુઃખી છે.

  કાંગડા ચંબા બોર્ડર પર નૂરપૂરના ચેલીમાં થયેલી દુર્ઘટનામાં એક જ ગામના 10 બાળકોનો જીવનદીપ બુઝાઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દુર્ઘટનામાં છ બાળકો અને ચાર બાળકીનાં મોત થઈ ગયા હતા. આ જ ગામના એક પરિવાર પર તો જાણે આફત જ તૂટી પડી હતી. એક જ પરિવારના બે બાળકોનાં મોત થયા છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે પુહાડાના નરેશ નામના વ્યક્તિના બે બાળકો નૈતિક અને શ્રુતિકાનું દુર્ઘટનામાં મોત થયું હતું. જ્યારે આ જ ગામના અન્ય બાળકો હર્ષ પઠાનિયા, પરમીશ ઠાકુર, સ્નેહા, પલક રાજેશ સિંહ, પ્રણવ, જ્હાન્વી અને કાર્તિકનાં મોત થયા હતાં. દુર્ઘટનાને કારણે આખા ગામમાં માતમ છવાયેલો છે.

  દુર્ઘટનામાં જીવ ગુમાવી દેનાર બાળકોના પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. કોઈ વિશ્વાસ નથી કરી રહ્યું કે આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ છે.

  અમુક બાળકોનો સ્કૂલમાં હતો પ્રથમ દિવસ

  પ્રાપ્ત વિગત પ્રમાણે બજીર રામ પઠાનિયા સ્કૂલના અમુક બાળકોનો સ્કૂલમાં પ્રથમ દિવસ હતો. દુર્ઘટના સોમવારે સાડા ત્રણ વાગ્યે ઘટી હતી. સ્કૂલેથી છૂટ્યા બાદ બસ બાળકોને લઈને પરત જઈ રહી હતી ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં 23 બાળકો સહિત 27 લોકોનાં મોત થયા હતા. જ્યારે 11 બાળકો ગંભીર રીતે ઘયાલ છે. હાલમાં હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે.

  દુર્ઘટના અંગે મંગળવારે નૂરપૂર પહોંચેલા સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે મામલાની તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી જ કંઈક કહી શકાશે. સ્કૂલના બાળકોને લઈને જતાં વાહનો અંગે પણ કડક નિયમો કરવામાં આવશે. આ અંગે ઉચ્ચસ્તરની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: હિમાચલ પ્રદેશ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन