હિમાચલ પ્રદેશમાં નિપાહ વાઇરસ ફેલાવવાનો મામલો અત્યાર સુધી સામે આવ્યો નથી. પરંતુ પ્રવાસીઓની સિઝન દરમિયાન આ પ્રકારની કોઇ પણ આશંકાને દૂર કરવા માટે કુંલ્લુ જિલ્લા તંત્રએ અલર્ટ કર્યુ છે. નિપાહ વાયરસથી સાવચેતી રાખવા હિમાચલ સરકાર અત્યારથી જ તૈયારીઓમાં જોડાઇ છે. બુધવારે કુંલ્લુમાં વહીવટી અધિકારીઓએ નિપાહને લઇને બેઠક યોજી હતી.
બેઠક બાદ સહાયક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રવાસ દરમિયાન કુલ્લુ-મનાલીમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓની અવર જવર રહે છે. આ દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેમણે જણાવ્યું હતું કે, Nipah વાયરસને લઇને એરપોર્ટ, વોલ્વો બસ, રેલ્વે સ્ટેશન પર તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે પ્રવાસન, પરિવહન અને આરોગ્ય ખાતાના અધિકારીઓ સાથે નિપાહથી બચવા અપીલ કરી છે.
મુખ્ય તબીબી અધિકારી ડો. સુશિલ ચંદ્રએ જણાવ્યું હતું કે તાજેતરમાં નિપાહનું સંક્રમણ મુખ્યત્વે: કેરળ રાજ્યમાં ચામાચીડિયા દ્વારા મનુષ્યમાં પહોંચ્યો છે. નિપાહની અસર થવાથી વ્યક્તિમાં તેજ તાવ, શરદી, માથુ દુખવુ અને ખાસી જેવા લક્ષણો નજર આવી રહ્યા છે. કુલ્લુ જિલ્લામાં આ ડરને કારણે સ્વાસ્થ્ય વિભાગ પાસે પૂરતી વ્યવસ્થા છે અને નિપાહ વાયરસને સારવાર વિભાગને પણ આદેશ જારી કર્યો છે.
બર્માપાપડી સીનિયર સેકેન્ડરી શાળાના પ્રાંગણમાં એક વૃક્ષ પર વર્ષોથી ચામાચીડિયા રહેતા હતાં પરંતુ બુધવારે અચાનક જ ઘણાં બધા ચામાચીડિયા મરેલા દેખાયા. આ જોતા જ સ્થાનિક લોકોમાં ભય ફેલાઇ ગયો. જેના પગલે તંત્ર દોડતું થયું અને આગળની તપાસ હાથ ધરી છે. મૃત ચામાચીડિયાને તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે. તેમના પોસ્ટમોર્ટમ પછી જ તેમના મરવાનું કારણ અને નિપાહ વાયરસ છે કે નહીં તે સામે આવશે.
અચાનક જ થયેલી ચામાચીડિયાની મોત અંગે વન વિભાગ ડીસી લલિત જૈન જણાવે છે કે ચામાચીડિયાની મોત પછી આ વિસ્તારમાં નિપાહ વાયરસ ફેલાઇ નથી શકતો કારણ કે તેમના મર્યા પછી કોઇ પણ ઇન્ફેક્શન ફેલવાની સંભાવના જોવામાં આવી નથી. લોકોને ડરવાની કોઇ જરૂરિયાત નથી. બની શકે છે કે ગરમીના કારણે ચામાચીડિયાના મોત થયા છે. જો કે આ મામલે ચામાચીડિયાના સેમ્પલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર