Home /News /national-international /Himachal Pradesh News: યુવકે 95 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મનો કર્યો પ્રયાસ, વૃદ્ધાએ આવી રીતે કર્યો સામનો

Himachal Pradesh News: યુવકે 95 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મનો કર્યો પ્રયાસ, વૃદ્ધાએ આવી રીતે કર્યો સામનો

(પ્રતીકાત્મક તસવીર)

Rape cases in Palampur: 95 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ મારપીટ, 32 વર્ષીય આરોપી ફરાર

(Bichitar Sharma)

પાલમપુર (કાંગડા). હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડા (Kangra) જિલ્લામાં શરમજનક ઘટના સામે આવી છે. રક્ષા બંધનના (Raksha Bandhan) દિવસે જ્યાં એક તરફ બહેન ભાઈને રાખડી બાંધી રહી હતો, તો બીજી તરફ ધીરા ઉપમંડળના ઉસચાર ગામમાં એક ધિક્કાર ઊભી કરનારી ઘટના બની હતી. એક 95 વર્ષીય વૃદ્ધ મહિલા (Old Woman) સાથે યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ વૃદ્ધ મહિલાના રૂમમાં યુવક બળજબરીથી ઘૂસી ગયો, પરંતુ વૃદ્ધ મહિલાની હિંમત આગળ તેની મનમાની ચાલી નહીં અને મહિલા આરોપીને રોકવામાં સફળ રહી. પરંતુ જ્યારે યુવકને પોતાની મરજી મુજબ ન કરવા મળ્યું તો તેણે વૃદ્ધ મહિલાને રૂમમાંથી ઘસડીને ખેતરમાં ફેંકી દીધી અને મારપીટ કરી.

જ્યારે મહિલા બેભાન થઈ ગઈ તો યુવક ત્યાંથી એવું સમજીને ભાગી ગયો કે મહિલા મરી ચૂકી છે. પરંતુ જ્યારે મહિલા ભાનમાં આવી અને તે પોતાના રૂમમાં પહોંચી તો તેનણે પોતાની પુત્રવધૂને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી. ઘરવાળા વૃદ્ધ મહિલાને હોસ્પિટલ લઈ ગયા અને પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી. વૃદ્ધ મહિલાના પરિવારનું કહેવું છે કે પોલીસે હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી નથી કરી અને આરોપી હજુ ફરાર છે.

આ પણ વાંચો, Viral News: પરિવારમાં 50 સભ્ય અને 23 સરકારી નોકરીમાં, ગજબ છે ઉત્તર પ્રદેશનું આ Family

પીડિત વૃદ્ધ મહિલા ડીએસપી પાસે પહોંચી

આરોપીને સજા અપાવવા માટે હવે પીડિત વૃદ્ધ મહિલાના ઘરવાળા ડીએસપી કાર્યાલય પહોંચ્યા અને ત્યાં પોતાની રજૂઆત કરી. બીજી તરફ, ડીએસપી ગુરબચન સિંહે જણાવ્યું કે, તેમના ધ્યાનમાં આ મામલો આવ્યો છે. આ કેસમાં જે પણ યોગ્ય કાર્યવાહી હશે, તેને અમલમાં મૂકવામાં આવશે. બીજી તરફ, આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ પણ વાંચો, લાંબી લાઇનથી કંટાળી યુવકે બારીમાંથી લીધી Corona Vaccine, વીડિયો થયો VIRAL

દીકરીએ સુસાઇડ નોટમાં પપ્પાને મોતનો બદલો લેવાની કહી વાત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના જૌનપુર (Jaunpur) જિલ્લાના સુરેરી પોલીસ સ્ટેશનની હદના કમરૂદ્દીનપુર ગામમાં છેડતીથી ત્રાસીને એક કિશોરીએ ફંદો લગાવીને આત્મહત્યા (Suicide) કરી દીધી. પોતાની પાંચ લાઇનની સુસાઇડ નોટમાં (Suicide Note) કિશોરીએ આરોપ લગાવ્યો છે ગામના જ વિશેષ સુમદાયના રૂસ્તમ અલી નામનો યુવક તેની છેડતી કરતો હતો અને તેનાથી પરેશાન થઈને આ પગલું ઉઠાવ્યું છે. સુસાઇડ નોટમાં મૃતકાએ પિતાને પોતાના મોતનો બદલો લેવાની વાત પણ લખી છે. આ સમગ્ર મામલામાં કેસ નોંધીને પોલીસ (Police) આરોપીઓની તલાશમાં લાગી ગઈ છે.
First published:

Tags: Crime news, Investigation, પોલીસ, બળાત્કાર, હિમાચલ પ્રદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો