વહુને બાળક ન થતા સાસુ, જેઠાણી અને નણંદે કેરોસીન છાંટી લગાવી આગ

News18 Gujarati
Updated: November 30, 2019, 2:19 PM IST
વહુને બાળક ન થતા સાસુ, જેઠાણી અને નણંદે કેરોસીન છાંટી લગાવી આગ
પીડિતાએ નિવેદનમાં કહ્યું કે તેણે પોતાને આગ લગાવી નથી, પરંતુ સાસરિયાઓએ તેના પર કેરોસીન છાંટી દીધુ હતું

ઉના જિલ્લામાં એક પરિણીત મહિલા પર કેરોસીન છાંટીને આગ લગાવવાનો પ્રયાસ થયો હતો. પીડિતાએ સાસુ, જેઠાણી અને ભાભી સામે નિવેદનો નોંધ્યા છે.

  • Share this:
હિમાચલ પ્રદેશનાના ઉના જિલ્લામાં પોલીસ સ્ટેશન આમ્બ અંતર્ગત નકડોહ ગામની પરિણીત મહિલા પર કેરોસીન છાંટીને આગ ચાંપવાનો પ્રયાસ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. મહિલા પીડિતા તાંડા મેડિકલ કોલેજમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડત લડી રહી છે. જ્યારે પોલીસે પીડિત મહિલાનું નિવેદન નોંધ્યું ત્યારે આ ઘટસ્ફોટ થયો હતો. પોલીસે સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે.

આગને કાબૂમાં લઇ પતિએ જીવ બચાવ્યો
મળતી માહિતી મુજબ નકડોહની રહેવાસી જ્યોતિ શર્માએ પોલીસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણી તેના ઘરે હતી. તેને કોઈ સંતાન નહોતું, જેના કારણે તેની સાસુ, જેઠાણી તેને સાસરી પક્ષના અન્ય લોકો હાંસી ઉડાવતા હતા. તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવતો. 23 નવેમ્બરના રોજ તેણી જ્યારે તેના ઘરે હતી ત્યારે તેની સાસુ જેઠાણી, મામાની પુત્રી નણંદ એ તેના પર કથિત રૂપે કેરોસીન ફેંકી દીધું અને આગ લગાવી હતી. તે દરમિયાન તેનો પતિ આવીને આગને કાબૂમાં લીધી.

પીડિતાએ નિવેદન આપ્યું

સ્થાનિક લોકોની મદદથી પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ગંભીર હાલત હોવાને કારણે તબીબોએ તાંડા હોસ્પિટલ રેફર કરી દીધી છે. પરિવાર તેને તાંડા મેડિકલ હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં પીડિતાએ નિવેદનમાં કહ્યું કે તેણે પોતાને આગ લગાવી નથી, પરંતુ સાસરિયાઓએ તેના પર કેરોસીન છાંટી દીધુ હતું અને તેને આગ ચાંપી દીધી હતી. બીજી તરફ ડીએસપી મનોજ જમ્બેલે જણાવ્યું હતું કે પોલીસે કલમ 307, 326, 34 આઈપીસી હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
First published: November 30, 2019
વધુ વાંચો
अगली ख़बर