જસબીર કુમાર, હમીરપુર: છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની સરહદો પર ખેડૂતો ત્રણ કૃષિ બિલોનો વિરોધ કરીને આંદોલન (Farmers protest) કરી રહ્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના એક યુવકને કિસાન આંદોલનનું સમર્થન કરવું ભારે પડ્યું છે. એક રિટાયર્ડ ફૌજી (Retired soldier)નો દીકરી દિલ્હીમાં ખેડૂતોનાં આંદોલનને સમર્થન કરવા માટે ગયો હતો. જે બાદમાં પિતાએ તેને તેની મિલકતમાંથી બેદખલ કરી દીધો હતો. આ પાછળ પિતા (Father)એ પોતાની દલીલ રજુ કરતા વીડિયો પણ જાહેર કર્યો હતો. એટલું જ નહીં પિતાએ તેના પુત્રને દેશદ્રોહી ગણાવ્યો છે અને દિલ્હી પોલીસને વિનંતી કરી છે કે તેના પુત્રની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવે. એટલું જ નહીં, તેને ડંડાથી ફટકારવામાં આવે.
શું કોઈ પિતા પોતાના પુત્રને જેલના સળિયા પાછળ જોવા ઈચ્છે? બિલકુલ નહીં. પરંતુ નિવૃત્ત ફૌજી અજમેર સિંહે જાહેર કરેલા વીડિયોમાં તેઓએ આવી જ ઈચ્છા જાહેર કરી છે. એટલું જ નહીં, અજમેરસિંહે પોતાના પુત્રને દેશદ્રોહી પણ કહી દીધો છે. એટલું જ નહીં, નિવૃત્ત ફૌજીએ તો ત્યાં સુધી કહી દીધું કે, હવેથી મારે મારા પુત્ર સાથે કોઈ સંબંધ નથી. સાથે જ ફૌજીએ પોલીસને કહ્યું છે કે તેના પુત્રને પકડીને ડંડા મારે.
વીડિયોમાં જોવા મળી રહેલો આ વ્યક્તિ રિટાયર્ડ ફૌજી અજમેર સિંહ છે. હવે સવાલ એ થાય કે તેઓ પોતાના પુત્ર પર આટલા બધા ગુસ્સે કેમ ભરાયા છે? જોકે, પ્રસ્તાવના વાંચીને જ તમને આખો કેસ સમજાઈ ગયો હશે. હકીકતમાં હમીરપુરના જમલી ગામમાં રહેતા અજમેરસિંહનો દીકરો દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં શામેલ થયો છે.
અજમેર સિંહનું કહેવું છે કે તેના દીકરાને ખેતીની કોઈ સમજ નથી. એટલું જ નહીં, તેણે ક્યારેક ખેતી પણ કરી નથી. એટલે કે ખેતી સાથે તેને કોઈ લેવા દેવા જ નથી. આથી અજમેર સિંહ એટલા નારાજ થયા કે તેમણે પોતાના દીકરાને પોતાની સંપત્તિમાંથી જ બેદખલ કરી દીધો છે.
અજમેર સિંહ વર્ષ 2005માં સેનામાંથી નિવૃત્ત થયા છે. તેઓ ગામમાં એક નાની દુકાન ચલાવે છે. સાથે જ ખેતી પણ કરે છે. જોકે, પોતાનો દીકરો ખેડૂત આંદોલનમાં શામેલ થયો હોવાની વાત તેમને કોરી ખાતી હતી. પુત્રના આવા કૃત્યને પગલે હવે તેમણે નારાજ થઈને પુત્રને તમામ સંપત્તિમાંથી બહાર કરી દીધો છે. શક્ય છે કે ઇતિહાસમાં કદાચ આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો હોય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર