Live Video: વરસાદ વચ્ચે ઉનામાં ખેલાયો ખૂની ખેલ, યુવકોના બે જૂથો વચ્ચે ખેંચાઈ તલવારો

યુવકોના બે જૂથો વચ્ચે તલવારો ખેંચાઈ

Himachal pradesh news: જિલ્લાના મુખ્યાલયના ચંડીગઢ-ધર્મશાળા નેશનલ હાઈવે ઉપર યુવકોના બે જૂથો વચ્ચે ચાલુ વરસાદમાં ખૂની ખેલ ખેલાયો હતો. ઘટના દરમિયાન પંજાબથી આવેલા કેટલાક યુવકો અને સ્થાનિક યુવકોએ એક બીજા ઉપર ખુલ્લી તસવારોથી વાર કર્યો હતો.

  • Share this:
    ઉનાઃ હિમાચલ પ્રદેશમાં (Himachal pradesh news) ઝમાઝમ વરસાદ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઉના શહેર (Una city news) પણ અલગ રહ્યું નથી. પરંતુ જિલ્લાના મુખ્યાલયના ચંડીગઢ-ધર્મશાળા નેશનલ હાઈવે ઉપર યુવકોના બે જૂથો વચ્ચે ચાલુ વરસાદમાં ખૂની ખેલ ખેલાયો ( two groups bloody clash in una) હતો. ઘટના દરમિયાન પંજાબથી આવેલા કેટલાક યુવકો અને સ્થાનિક યુવકોએ એક બીજા ઉપર ખુલ્લી તસવારોથી વાર કર્યો હતો. જેનાથી યુવકોના માથા, હાથ સહિત શરીરના અન્ય ભાગોમાં ઘા થયા છે. દોળા દિવસે ખેલાયેલા ખૂની ખેલથી દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘાયલ યુવકોને સારવાર માટે રીજનલ હોસ્પિટલ ઉના ખસેડાયા હતા. સીટી ચોકીથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

    જુની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ
    માનવામાં આવી રહ્યું છે કે જૂની દુશ્મનીના પગલે ઝઘડો થયો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકોના બે ગ્રૂપ જૂની દુશ્મનીના કારણે આમને સામને આવી ગયા હતા. આ અવાદતને ખતમ કરવા માટે બંને જૂથો આપસમાં વાતચીત કરવાનો નિર્ણય કર્યો હતો.

    બુધવારે બંને જૂથો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન એક ગ્રૂપમાં સામેલ પંજાબના કેટલાક યુવકોએ બીજા ગ્રૂપના યુવકો ઉપર તલવારથી હુમલો કર્યો હતો. જેમાં બે યુવકો સંપૂર્ણપણે લોહીલુહાણ થયા હતા.

    આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

    આ પણ વાંચોઃ-પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

    કોઈનું માથુ ફૂટ્યુ તો કોઈની આંગળીઓ કપાઈ
    એક યુવકની આંગળી ખારબ રીતે કપાઈ હતી. જ્યારે બે યુવકોને માથા સહિત શરીરના ભાગે તલવાર વાગવાથી ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. ઉના શહેરમાં બનેલી આ આખા ઘટના સીસીટીમાં કેદ થઈ હતી. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસમાં લાગી છે.

    શું કહે છે પોલીસ?
    એએસપી ઉના પ્રવીણ ધીમાનનું કહેવું છે કે પોલીસ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. જે યુવકોએ આ ઘટનાને અંજાણ આપ્યો હતો તેમની ઓળખ કરીને ટૂંક સમયમાં દબોચી લેવાશે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા યુવકોનું નિવેદન લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ઘટનાને અંજામ દેનારા યુવક સ્થાનિક છે કે પછી પંજાબના એ તપાસ બાદ જ નક્કી થશે.
    Published by:ankit patel
    First published: