Home /News /national-international /

મંડીમાં પહાડથી વહેવા લાગી ‘દૂધની ગંગા’, ગામના લોકોએ કરી પૂજા-અર્ચના

મંડીમાં પહાડથી વહેવા લાગી ‘દૂધની ગંગા’, ગામના લોકોએ કરી પૂજા-અર્ચના

મંડીમાં પહાડથી વહેવા લાગી ‘દૂધની ગંગા’, ગામના લોકોએ કરી પૂજા-અર્ચના

himachal pradesh news- તરલ પદાર્થ કોઇ એક સ્થાને નહીં પણ 6 થી 7 સ્થળો પર વહી રહ્યો છે

    મંડી : દેવભૂમિ હિમાચલમાં (himachal pradesh )મોટા ભાગની ઘટનાઓને દેવ આસ્થા અને દૈવીય ચમત્કાર સાથે જોડીને જોવામાં આવે છે. અહીંયા નવી-નવી ઘટનાઓના કારણે કોઈના કોઇ સ્થાન ચર્ચામાં આવી જાય છે. આ પ્રકારની ઘટના હવે મંડી (mandi)જિલ્લાના દ્રંગ વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત આવનાર ચૌહારઘાટીમાં પણ જોવા મળી રહી છે. ક્ષેત્રની રોપા પંચાયતના દાડુ ગામમાં પહાડથી દૂધની જેમ તરલ પદાર્થ નીકળી રહ્યો છે.

    ક્ષેત્રના લોકો પાસેથી અમને જાણકારી મળી છે. તેમના મત પ્રમાણે આ તરલ પદાર્થ કોઇ એક સ્થાને નહીં પણ 6 થી 7 સ્થળો પર વહી રહ્યો છે. આ તરલ પદાર્થ નીચે ખાડામાં પડી રહ્યો છે. તો કેટલાક સ્થળે દૂર સુધી વહ્યા પછી દહીની જેમ જામ થઇ રહ્યો છે.

    આ પણ વાંચો - તાલિબાને ન્યૂઝ એન્કર શબનમ દાવરાનને આપી ધમકી, તું મહિલા છે, ઘરે જા, Video વાયરલ

    કેવી રીતે થઇ જાણ

    બતાવવામાં આવી રહ્યું છે કે ગામના કેટલાક લોકો માછલી પકડવા માટે ખાડાના કિનારે ગયા હતા. તેમણે સૌ પહેલા આ દૂધનો તરલ પદાર્થ જોયો હતો. આ પછી તેની જાણકારી ગામના અન્ય લોકોને આપી હતી. જે પથી ગામના લોકોએ ત્યાં ધૂપ અને દીવો કરીને પૂજા અર્ચના શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે ચૌહારઘાટીના લોકોની દેવ હુરંગ નારાયણ પ્રત્યે ઘણી શ્રદ્ધા છે. ઘાટીમાં તેમને સર્વોપરી માનવામાં આવે છે. જેથી લોકો આ ઘટનાક્રમને દેવતા સાથે જોડીને જોવે છે.

    કુલ્લુમાં છે ખીરગંગા

    જણાવી દઈએ કે કુલ્લુની મર્ણિકર્ણ ઘાટીમાં તોશ વૈલીમાં પણ કાંઇક આવા જ પ્રકારનો તરલ પદાર્થ નીકળે છે. જે સ્થાને આ તરલ પદાર્થ વહે છે તેને ખીર ગંગા કહે છે. અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. જ્યાં તરલ પદાર્થ નીકળે છે તેની ઠીક નીચે ગરમ પાણીના ઝરણા છે. જ્યાં શ્રદ્ધાળુ સ્નાન કરે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Mandi, હિમાચલ પ્રદેશ

    આગામી સમાચાર