Droneથી થશે 5 હજાર કરોડના સફરજની રખેવાળી, જાણો શું છે મામલો

ફાઈલ તસવીર

Himachal pradesh news: હિમાચલ પ્રદેશમાં સામાન્ય રીતે 15 જુલાઈથી સફરજનની સિઝન શરુ થનારી છે. આ માટે શિમલા પોલીસે પણ કમર કરી લીધી હતી. અને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આશરે ત્રણ મહિના સુધી ચાલનારી સફરજનની સિઝન માટે શિમલા જિલ્લામાં 11 પોલીસ બેરિયરની સાથે પાંચ જગ્યાઓ ઉપર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.

  • Share this:
    શિમલાઃ હિમાચલ પ્રદેશમાં (apple season in himachal pradesh) સામાન્ય રીતે 15 જુલાઈથી સફરજનની સિઝન શરુ થનારી છે. આ માટે શિમલા પોલીસે (shimla police ready for apple season) પણ કમર કરી લીધી હતી. અને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આશરે ત્રણ મહિના સુધી ચાલનારી સફરજનની સિઝન માટે શિમલા જિલ્લામાં 11 પોલીસ બેરિયરની સાથે પાંચ જગ્યાઓ ઉપર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સાથે 200થી વધારે જગ્યાઓ ઉપર પોલીસ કર્મચારીઓ ખુણા ખુણા ઉપર ટ્રાફિકની વ્યવસ્થા (Shimla Traffic management) ઉપર નજર રાખશે.

    શિમલાના એસપી મોહિત ચાવલાએ બુધવારે જણાવ્યું કે આશરે 5 હજાર કરોડ રૂપિયાની બજાર ધરાવતું સફરજન ઉત્પાદન પણ આ વખતે વધારે થવાની આશા છે. અનુમાન છે. આ વખતે 2 કરોડ સફરજનની પેટીઓ થશે. જેના માટે 40 હજારથી વધારે ટ્રક રાજ્યમાં આવશે. જેનાથી ટ્રાફિક વ્યવસ્થા બગડી શકે છે. જેનું કારણ એક તરફ શિમલામાં મોટી સંખ્યામાં પર્યટક આવી રહ્યા છે જ્યારે બીજી તરફ સફરજનની સીઝન આવે છે. જેના પગલે ભારે વાહનોનો પ્રવેશ થયો હતો. જેમાં ટ્રાફિક વ્યવસ્થા ચરમરાવી શકે છે.

    આવી રીતે રોકશે ચોરી
    ચાવલાએ જણાવ્યું કે સફરજન ટ્રકોની ચોરી રોકવા માટે એપથી નજર રાખવામાં આવશે. સફરજનોનું લોડિંગ કરનાર ટ્રકો ઉપર એપ થકી પોલીસ નજર રાખશે. બજારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી ટ્રાફિક વ્યવસ્થાની સાથે સફરજનોના ટ્રકો ઉપર પણ નજર રાખવામાં આવશે.

    આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

    તેમણએ વધુમાં જણાવ્યું કે કોરોના સંક્રમણના કારણે નિયમોનું પાલન દરેક બજારમાં કરાવવામાં આવશે. જેના માટે બજારોમાં પણ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. શિમલામાં ટ્રાફિક જામની સમસ્યા ન થાય એ માટે છરાબડામાં બેરિયર સ્થાપિત કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

    છરાબડાથી ટ્રકોને નિયંત્રિત રીતે શિમલા મોકલવામાં આવસે. સિઝનના સફરજન ટ્રકોની દુર્ઘટનાગ્રસ્ત હોવા પર વિભાગોના સમન્વયથી રેસ્ક્યૂ કરવામાં આવશે. ટ્રકોને રસ્તાઓથી હટાવવા માટે પોલીસ પ્રશાસન, લોનિવિ, રાષ્ટ્રીય રાજમાર્ગ અને એચઆરટીસીની ટેક્નીક સહાયતા આપી છે.

    24 કલાક ટોલ ફ્રી નંબર કરશે મદદ
    આ ઉપરાંત કોઈપણ સમસ્યા સામે લડવા માટે શિમલા પોલીસ ટોલ ફ્રી નંબર 8894728012 રજૂ કર્યો છે. જેના ઉપર ટ્રાફિકથી લઈને અન્ય સમસ્યાઓની ફરિયાદ વોટ્સએપ ઉપર ફોટો અને વીડિયોના માધ્યમથી શેર કરી શકશે.
    Published by:ankit patel
    First published: