મનાલી હાઈવે-21 પર 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 1 યુવકનું મોત, 4 ગંભીર ઘાયલ

News18 Gujarati
Updated: November 13, 2019, 1:49 PM IST
મનાલી હાઈવે-21 પર 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 1 યુવકનું મોત, 4 ગંભીર ઘાયલ
ગંભીર અકસ્માતમાં 1 યુવકનું મોત 4 ગંભીર ઘાયલ

. ઘાયલોને 108 એમ્બ્યુલન્સમાં મેડિકલ કોલેજ નેરચૌક પહોંચાડવામાં આવ્યા. અહીં એક યુવકને ડૉકટરે મૃત ઘોષિત કર્યો છે, જ્યારે અન્ય 4 યુવકોની સારવાર ચાલી રહી છે.

  • Share this:
મંડી- હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના મંડી (Mandi)જિલ્લામાં મનાલી-ચંડીગઢ નેશનલ હાઈ વે પર નાગચલા પાસે મંગળવારે મોડી સાંજે રોડ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. અને 4 જવાનોને ગંભીર ઈજા થયેલ છે, તેમનો નેરચૌક મેડિકલ કૉલેજમાં ઉપચાર ચાલી રહ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઈકોનો ખતરનાક રીતે ચૂરેચૂરા થઈ ગયા છે.

ફોરલેન વિસ્તાર પર બની હતી આ ઘટના
મળતી માહિતી અનુસાર, બલ્હ ઘાટી વિસ્તારના ફોરેલેનમાં મંગળવાર ની સાંજે બે બાઇકસવાર યુવક લોહી લુહાણ થઈ ગયા હતા. ઘાયલોને 108 એમ્બ્યુલન્સમાં મેડિકલ કોલેજ નેરચૌક પહોંચાડવામાં આવ્યા. અહીં એક યુવકને ડૉકટરે મૃત ઘોષિત કર્યો છે, જ્યારે અન્ય 4 યુવકોની સારવાર ચાલી રહી છે.

આ ઓળખાણ છે મૃતક અને ઘાયલ યુવક
મૃતક યુવકની ઓળખાણ મહેન્દ્ર સિંહના પુત્ર શરમ દાસ નિવાસી થુનાગ જંજૈહલીના રૂપે કરવામાં આવી છે. ઘાયલોની ઓળખ નીલ કુમાર નિવાસી થુનાગ જંજૈહલી, હર્ષિત, યશ સૈની અને પારસ નવાસી ચક્કરના તરીકે થઈ હતી. દરેક યુવાનોની ઉંમર 18 થી 20 વર્ષની છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે કે બંને બાઈકોનો એક્સિડન્ટ થયો છે કે પછી કોઈ બીજા વાહને ટક્કર મારી છે. હાલ તો આ દુર્ઘટનાને લઈને એક ટ્રક ચાલક પર શક કરાયો હતો. પરંતુ પૂરાવા નથી મળી શક્યા. ટ્રક પર ટક્કર માર્યાના કોઈ પૂરાવા પણ નથી મળ્યા. બલ્હ પોલીસ સ્ટેશનના એએસઆઈ વિકાસે જણાવ્યું છે કે આ ઘટનાની તપાસ ચાલું રહી છે. અકસ્માતના અને આ ઘટનાના સાચા કારણ બાબતે તપાસ ચાલી રહી છે.

હિમાચલ: ઝાડ પર લટકતી મળી 'પરિણીતાની નિર્વસ્ત્ર લાશ', પતિ અને સાસુ-સસરાની ધરપકડશું ફરીથી પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય? આ નવી તસવીરો જોઈ Internet પર ઉઠ્યા આવા સવાલો
First published: November 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading