અરૂણ નેગી, કિન્નૌર. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસેરીમાં નેશનલ હાઇવે-5 પર ચીલ જંગલની પાસે ભૂસ્ખલન (Landslide in Kinnaur)ની મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં એચઆરટીસીની બસ (HRTC Bus) ઝડપમાં આવી હોવાની સૂચના છે. મળતી માહિતી મુજબ, ખડકો ધસી પડવાથી એચઆરટીસી બસ કાટમાળ નીચે દબાઈ ગઈ છે. કિન્નૌર જિલ્લામાં મૂરંગ-હરિદ્વારના રૂટની આ બસ છે. જેમાં 2 વ્યક્તિના મોત થયા છે.
બીજી તરફ, ભૂસ્ખલન થવાથી અનેક વાહનો ખડકો નીચે દબાઈ ગયા છે. સૂચના મળતા જ પ્રશાસન અને પોલીસની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે. જ્યારે, એનડીઆરએફ (NDRF) અને ભારતીય સેના (India Army)ને પણ બોલાવવામાં આવી છે. આ ઉપરાંત, આ મોટી દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરીને ઘટનાની જાણકારી મેળવી છે તથા શક્ય તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો છે.
Himachal Pradesh | A landslide occurred on the Reckong Peo-Shimla highway in Kinnaur district today
One truck and one HRTC bus reportedly came under the rubble. Many people reported trapped. Indo-Tibetan Border Police (ITBP) teams rushed for rescue: ITBP pic.twitter.com/GH4iAAsScX
પ્રશાસનિક જાણકારી મુજબ, બસના ડ્રાઇવરે દુર્ઘટના બાદ સ્થળથી જાણકારી આપી કે બસમાં 35થી 40 લોકો સવાર હતા. કિન્નૌરના ભાવાનગરની પાસે આ દુર્ઘટના બની છે. બસ રસ્તાથી દૂર દૂસ સુધી દેખાતી નથી. બીજી તરફ, કાટમાળમાં 50 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે આ દુર્ઘટનાનો શિકાર અન્ય નાના વાહનો પણ થયા છે.
એસડીએમ ભાવાનગર મનમોહન સિંહે જણાવ્યું કે, આ ઘટના લગભગ 12:45 વાગ્યે બની છે. તેમને જેવી સૂચના મળી તો તેઓ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યની એક ટીમ રવાના કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, બસમાં પણ અનેક લોકો સવાર હોવાની સૂચના છે, તે તમામ લોકો ખડકો નીચે દબાયા હોવાની આશંકા ખૂબ જ દુખદ બાબત છે. હજુ પણ ઘટનાસ્થળે ખડકો સતત પડી રહ્યા છે જેના કારણે બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં પ્રશાસન અને પોલીસને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્યમંત્રી જયરામે દુર્ઘટનાની કરી પુષ્ટિ
શિમલામાં વિધાનસભા પરિસરની બહાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, બસ ઉપરાંત કેટલાક વાહનો પણ દબાયા હોવાની જાણકારી મળી છે.
નોંધનીય છે કે, આ પહેલા કિન્નૌરના સાંગલા-છિતકૂલ રોડ પર 25 જુલાઈએ ભૂસ્ખલનની ઘટના બની હતી. અહીં પહાડથી ખડકો પડવાથી એક ટૂરિસ્ટ વાહન ઝપટમાં આવી ગયું હતું. તેમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર