Landslide in Himachal: શિમલામાં પહાડ ધસી પડ્યો, લોકોએ માંડમાંડ બચાવ્યો જીવ, જુઓ VIRAL VIDEO

શિમલામાં ભૂસ્ખલન- આ દુર્ઘટનાનો એક વીડિયો ઘટનાસ્થળે હાજર લોકોએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી દીધો છે.

Shimla Landslide Viral Video: યુવાન હાઇવે પર ઊભો કરી ઉતારી રહ્યો હતો વીડિયો, અચાનક ભૂસ્ખલન થતાં અફરાતફરીની માહોલ સર્જાયો

  • Share this:
    શિમલા. હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) પાટનગર શિમલાના (Shimla) જ્યોરી વિસ્તારમાં નેશનલ હાઇવે-5 (National Highway-5) પર એક પહોડનો કેટલોક હિસ્સો ધસી પડ્યો. આ ભૂસ્ખલનના (Landslide) કારણે નેશનલ હાઇવે-5નો (NH-5) વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત (Traffic Jam) થયો છે. જોકે, હજુ સુધી કે જાનહાનિ કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી. જિલ્લા પ્રશાસને સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે એસડીએમ રામપુર અને એક પોલીસ ટીમને તૈનાત કરી છે.

    આ દુર્ઘટનાનો એક વીડિયો ઘટનાસ્થળે હાજર લોકોએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી દીધો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે સમયે ભૂસ્ખલન થયું ત્યારે ત્યાં ઘણા બધા લોકો ઉપસ્થિત હતા. જેવો પહાડનો કેટલોક હિસ્સો હાઇવે બાજી ધસવા લાગ્યો તો લોકોએ દોટ મૂકીને પોતાના જીવ બચાવ્યા. વીડિયો ઉતારનારી વ્યક્તિ જ્યાં ભૂસ્ખલન થયું ત્યાંથી સુરક્ષિત અંતરે હતો એટલે જ્યારે તેણે પહાડ ધસી પડતો જોયો તો બૂમ પાડીને લોકોને તેની તરફ બોલાવવાનું શરૂ કર્યું. અન્ય એક દૃશ્યમાં ભૂસ્ખલનના કારણે આખા નેશનલ હાઇવે પર કાટમાળ ધસી પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

    નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ મશીનરીની મદદથી રોડ પરથી કાટમાળને દૂર કરવામાં લાગી ગયા છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓ સતત વધી રહી છે. આ પહેલા બટસેરી અને નિગુલસરીમાં ભૂસ્ખલનથી અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.


    આ પણ જુઓ, Pithoragarh Cloud Burst Video: પિથૌરાગઢમાં વાદળ ફાટવાથી 3 લોકોનાં મોત અને 7 ગુમ, અનેક ઘરો ધરાશાયી

    હિમાચલ પ્રદેશમાં પહેલા પણ દુર્ઘટનાઓ સર્જાઈ છે

    નોંધનીય છે કે, આ પહેલા કિન્નૌરના સાંગલા-છિતકૂલ રોડ પર 25 જુલાઈના રોજ મોટાપાયે ભૂસ્ખલન થયું હતું. અહીં પહાડથી પથ્થર પડવાથી એક ટૂરિસ્ટ વાહન ઝપટમાં આવી ગયું હતું. તેમાં 9 લોકોનાં મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સતત ભૂસ્ખલનના અહેવાલો સામે આવતા રહે છે.

    આ પણ જુઓ, VIRAL VIDEO: પેડલ બોર્ડિંગ કરતા વ્યક્તિના ઊડી ગયા હોશ, ચૂપચાપ આવ્યો સમુદ્રી શાપ અને...

    લાહૌલમાં ચંદ્રભાગા નદી ઉપર પણ તૂટી ચૂક્યો છે પહાડ

    જનજાતિય જિલ્લા લાહૌલ સ્પીતિની પટ્ટન ઘાટીમાં ચંદ્રભાગા નદી પર પહાડ તૂટી ચૂક્યો છે. ભારે ભૂસ્ખલનથી અનેક ટન કાટમાળ અને ખડકો નદીમાં પડ્યા હતા. તેના કારણે પાણીના વહેણને બે કલાક માટે રોકી દેવામાં આવ્યું હતું અને જળસ્તર 20 ગણું વધી ગયું હતું. અફરાતફરીની વચ્ચે જીવ બચાવવા માટે નદીના કિનારે વસેલા તડંગ, જસરથ, નાલડા અને જુંડા ગામના ડરી ગયેલા લોકો સુરક્ષિત સ્થળો તરફ ભાગી ગયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: